Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વીવીપેટ મામલે ર૧ વિપક્ષોની અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રિમકોર્ટ તૈયાર

પ૦ ટકા વીવીપેટ રસીદનું EVM સાથે મેચિંગ કરવા અરજી કરી હતી વિપક્ષોએ

નવી દિલ્હી તા. ૩ : સુપ્રીમ કોર્ટ લોકસભા ચૂંટણી દરમ્યાન ઇવીએમ સાથે વીવીપેટની રેન્ડમ મેચિંગની સંખ્યા વધારવાની ર૧ વિપક્ષી દળોના નેતાઓની માંગ કરતી પુર્વવિચાર અરજી પર આવતા સપ્તાહે સુનાવણી કરવા પર સહમત થયુંછે. કોર્ટે ૮ એપ્રિલે ચૂંટણી પંચને દરેક વિધાનસભા ક્ષેત્રોમાં એકથી માંડીને પાંચ મતદાન કેન્દ્રો પર ઇવીએમ સાથે વીવીપેટ કાપલીનું મેચિંગ કરવામા આવે અને આ અંગે ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની સમીક્ષાની માંગ કરી અને કહ્યું એકથી પાંચ સુધી મતદાન કેન્દ્રો વધારવા એક યોગ્ય સંખ્યા નથી અને કોર્ટનો આ નીર્ણય સંતોષકારક નથી.

અરજીમાં પ્રધાન ન્યાયાધીશ રંજનગોગોઇ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની એક પીઠે તરત સુનાવણીનો અનુરોધ કરવામાં આવ્યો છ.ે

અરજી કર્તાઓ તરફથી રજુ કરેલા વરિષ્ઠ વકીલ અભિષેક મુન સિંઘવીએ પીઠને કહ્યું કે પુનર્વિચાર અરજીને સુનાવણી માટે આવતા સપ્તાહે સુચી બદ્ધ કરવામા આવે પીઠે સિંઘવીની દલીલ સ્વીકાર કરીને કહ્યું કે મામલાની સુનાવણી આવતા સપ્તાહે કરશે.

(3:31 pm IST)