Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઓડીશાના ભૂવનેશ્વરમાં બાળકીનો થયો જન્મ, નામ રખાયું ‘ફાની’

બાળકીના જન્મ બાદ માતા અને બાળકી બન્ને તંદુરસ્ત છે.

ઓડિશાના ભુવનેશ્વરમાં ફાની તોફાનના કારણે તબાહી મચી છે ત્યારે તોફાના આગમન પહેલા ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં ફાનીનો જન્મ થયો. અહીંની એક હોસ્પિટલમાં વહેલી સવારે એક બાળકનો જન્મ થયો તેનું નામ ફાની તોફાનના નામ પરથી ફાની રાખવામાં આવ્યુ. ફાનીના જન્મથી તેના માતા-પિતામાં ખુશીનો માહોલ છે પરંતુ ઓડિશામાં ફાની તોફાનના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

શહેરમાં સવારે 11 વાગ્યા સુધી ફેની પોતાના રૌદ્ર સ્વરૂપમાં હતું અને 245 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલી રહી હતી. ત્યારે એક બાળકીએ હોસ્પિટલમાં જન્મ લીધો.

  આ વાવાઝોડામાં જન્મેલી બાળકીનું નામ પરિવારે ચક્રવાત ફેનીના નામ પર રાખ્યું છે. બાળકીના જન્મ બાદ માતા અને બાળકી બન્ને તંદુરસ્ત છે. 

  જાણકારી અનુસાર બાળકીની માતા એક કોચ રિપેરિંગ વર્કશોપમાં નોકરી કરે છે. આ તબાહી મચાવવા વાળા ચક્રવાતમાં જન્મેલી બાળકીની ખબર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો આ બાળકીની તસ્વીર ખૂબ શેર કરી રહ્યા છે. 

(2:19 pm IST)