Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

2014માં બીએ પાસ,2019માં 12મુ પાસ,2024માં કેજીમાં એડમિશન લેશે : સ્મૃતિ ઈરાની પર નવજોતસિંહનો કટાક્ષ

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડીગ્રીને લઈને તેમની પર પ્રહારો કર્યા છે. સિદ્ધુએ ટ્વીટ કરીને સ્મૃતિ ઈરાની પર કટાક્ષમાં કહ્યુ હતુકે, 2024ની ચૂંટણી પહેલાં સ્મૃતિ KG ક્લાસમાં એડમિશન લઈ લેશે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, “સ્મૃતિ ઈરાની જી 2014માં BA પાસ હતી, 2019ની ચૂંટણી પહેલાં બારમું પાસ થઈ ગઈ. મને લાગે છે 2024ની ચૂંટણી પહેલાં કેજી (KG) ક્લાસમાં એડમિશન લઈ લેશે.”

    અત્રે ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રી ઉપર વિવાદ 2004થી છે. 2004ની લોકસભા ચૂંટણી દરમ્યાન સોગંધનામામાં સ્મૃતિ ઈરાનીએ પોતાની શૈક્ષણિક લાયકાતમાં 1996માં DUથી કોરસપોન્ડન્સમાં BA પુરુ કર્યુ હતુ. તો ત્યારબાદનાં સોગંધનામામાં તેમણે શૈક્ષણિક લાયકાતમાં 12મું ધોરણ પાસ જણાવ્યુ હતુ.

  નવજોતસિંહ સિદ્ધુએ એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે, પીએમ મોદી લોકોને વહેંચી રહ્યા છે. મંદિર-મસ્જીદની વાત કરી રહ્યા છે. હું કહુ છું, ના મંદિરની ના મસ્જીદની વાત થાય. જનતા ભૂખી છે. તો ખાવાની વાત થાય. મહિલાઓના સન્માનની વાત થવી જોઈએ. ગંગા સાફ થવાની વાત, યુવાઓને રોજગારની વાત કરો. લોકોના પેટ ખાલી છે અને તમે યોગાની વાત કરો છો

 . વધુમાં કહ્યુ કે, મેક ઈન ઈન્ડિયાની વાત કરતા મોદી જી, સરદાર પટેલનું સ્ટેચ્યુ ચીનથી લાવ્યા છે. રાફેલ ફ્રાંસથી, બુલેટ ટ્રેન જાપાનથી, તો ભારતની જનતા પાસે ભજીયા તળાવશો? મોદીજી ઈતિહાસમાં ફક્ત ભજીયા યોજના અને ભાગેડુ યોજના માટે જાણીતા થશે.

(2:16 pm IST)