Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હિન્દૂ હિંસક નથી ? રામાયણ - મહાભારત પણ લડાઈ અને હિંસાથી ભરપૂર : સીતારામ યેચુરીનું વિવાદાસ્પદ નિવેદન

પ્રચારક મહાકાવ્યના રૂપે બતાવીએ છીએ અને હિન્દૂ હિંસક નહિ હોવાનો દાવો કરે છે

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીનો પાંચમા તબક્કાના મતદાન પહેલા વિવાદી નિવેદનનો મારો ચલાવાઈ રહ્યો છે ચૂંટણી આયોગ કેટલાય નેતાઓના નિવેદન સામે પગલાં લઇ ચૂક્યું છે તેવામાં સીપીઆઇ (એમ ) ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ વિવાદી નિવેદન આપ્યું છે જેમાં તેઓએ સવાલ કર્યો છે કે શું હિન્દૂ હિંસક નથી તે દાવો સાચો છે ?

 એક નિવેદનમાં સીતારામ યેચુરીએ કહ્યું કે રામાયણ અને મહાભારત પણ લડાઈ અને હિંસાથી ભરપૂર છે પરંતુ એક પ્રચારક તરીકે માત્ર મહાકાવ્યના રૂપે તેને બતાવી છીએ ત્યારબાદ દાવો કરીએ છીએ કે હિન્દૂ હિંસક નથી

   યેચુરીએ કહ્યું કે એવામાં કોઈ એક ધર્મ ને હિંસા સાથે જોડવાનો તર્ક  છે અને આપણે હિંદુઓને નહીં અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારમાં હિન્દૂ અને હિન્દુત્વથી જોડાયેલ કેટલાય એવા નિવેદન છે જે ગરમાગરમ ચર્ચામાં છે અને તેને લઈને વિવાદ પણ થાય છે 

  આ વિવાદ પહેલા જયારે ભાજપે માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી પોતાના ઉમેદવાર બનાવ્યા ત્યારે હિન્દૂ આતંકવાદની થિયરી પર ખુબ ચર્ચા થઇ હતી વડાપ્રધાન મોદી ,ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહ પણ કેટલાએ વેળાએ કહ્યું છે કે કોંગ્રેસ જે હિન્દૂ આતંકવડના નામ પર હિંદુઓને બદનામ કરી રહી છે સાધ્વી પ્રજ્ઞા તેના વિરુદ્ધ અમારો જવાબ છે

(1:47 pm IST)