Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મુઝફ્ફરનગર સરકારી હોસ્પિટલમાં એકસાથે 200થી વધુ કર્મચારીઓ ગાયબ

સરપ્રાઈઝ ચેકીંગ કરતા 23 ડોક્ટર્સ,21 નર્સ સહિત 202 કર્મચારીઓ ગેરહાજર :કાનૂની પગલાં લેવા આદેશ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની સરકારી હૉસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન હાજરી પત્રકમાં સહી હોય પરંતુ 200થી વધુ કર્મચારીએ ગાયબ જણાયા હતા .

  જિલ્લાધિકારીએ ઓચિંતી સરકારી હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે આ પરિસ્થિતિ જોઇને ચોંકી ઊઠ્યા હતા. જે કર્મચારીઓ ગેરહાજર હતા એ તમામ સામે કાનૂની પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

  મુઝફ્ફરનગરના કલેક્ટર અજય શંકર પાંડેએ બુધવારે પોતાના સાથી અધિકારીઓ જોડે હ઼ૉ્સ્પિટલની મુલાકાત લીધી ત્યારે 23 ડૉક્ટર્સ અને 21 નર્સ સહિત કુલ 202 કર્મચારી ફરજ પર હાજર નહોતા. કલેક્ટરે તરત આ લોકો સામે કાનૂની પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. એ સાથે હૉસ્પિટલમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આવી ઓચિંતી મુલાકાતથી કામચોર કર્મચારીઓ ઝડપાઇ ગયા હતા.

(12:55 pm IST)