Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોદી સરકારના દિગ્ગ્જ મંત્રીઓ અરુણ જેટલી,નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને પાસવાન સહિતના ચૂંટણી લડવાથી અળગા !!

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના કેટલાય દિગ્ગ્જ પ્રધાનોએ આ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું નથી જોકે ચૂંટણી નહીં લડવાના કારણો અલગ અલગ છે જેમાં કોઇ રાજયસભાના સભ્ય છે તો કોઇએ સ્વેચ્છાએ જ લડવાની ના પાડી દીધી છે

   સરકારના નાણામ્ંત્રી અરૃણ જેટલી આ વખતનો ચૂંટણી જંગ લડતા નથી.ર૦૧૪માં તેમણે અમૃતસરની બેઠક ઉપર લોકસભાની ચૂંટણી લડી હતી. આ વખતે તેમનો પરાજય થયો હતો. જો કે તેમને રાજયસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા

હાલના મધ્યપ્રદેશની વિદિશા બેઠકના સંસદસભ્ય સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ મંત્રી છે. તેમણે આ વખતની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે, એટલે આ વખતે વિદિશા બેઠકની બેઠક ઉપર રમાકાંત ભાર્ગવને ઉતારવામાં આવ્યા છે.

   ભારતના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન અગાઉ નાણા મંત્રાલયમાં રાજયમંત્રી તરીકે કામ કરતા હતા.તેઓ કર્ણાટકમાંથી રાજયસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળનો સમય હજુ ઘણો બાકી છે. એટલે નિર્મલા સીતારામન લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા નથી.

   ભારત સરકારના રેલવે મંત્રી પિયુષ ગોયલ ૩ જુન ર૦૧૬ના રોજ મહારાષ્ટમાંથી રાજયસભાના સભ્ય બન્યા છે.તેઓ ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાના સરકાર નિયુકત સભ્ય રહયા છે.આ ઉપરાંત તેમની પાસે કોલસા મંત્રાલયનો કાર્યભાર પણ છે.તેમણે પોતાના કાર્યકાળનો હજુ અડધો જ સમય પસાર કર્યો છે એટલે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા નથી.

  પ્રકાશ જાવડેકર વિદયાર્થી જીવનથી જ ભાજપ સાથે જોડાઇ ચુકયા છે.હાલમાં તેઓ મહારાષ્ટના રાજયસભાના સભ્ય છે.મોદી સરકારમાં તેમને માનવ સંશાધન અને વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.અગાઉ આ મંત્રાલય સ્મૃતિ ઇરાની પાસે હતું.

   મોદી સરકારના જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા સફાઇ મંત્રી ઉમા ભારતી હાલમાં ઝાંસી બેઠકના સભ્ય છે.આ પહેલા તેઓ ઉત્તરપ્રદેશની ચરખારી વિસ્તારના ધારાસભ્ય હતા.લોકસભાની ચૂંટણી ન લડવાનો તેમણે નિર્ણય કર્યો હતો.ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ના પાડતા આ બેઠક ઉપરથી ભાજપે ઉદયોગપતિ અનુરાગ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.અનુરાગ શર્મા આયુર્વેદિક દવાઓ બનાવતી કંપની બૈદૃયનાથ આયુર્વેદના સંચાલક છે.

   બિહારની હાજીપુર બેઠકના લોકસભા સદસ્ય રામ વિલાસ પાસવાન પણ લોકસભાની ચૂંટણી લડી રહયા નથી. તેમની આ બેઠક ઉપર તેમના ભાઇ પશુપતિ પારસ ચૂંટણી લડી રહયા છે. જો કે તેમના પુત્ર ચિરાગ પાસવાન જમુઇની બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં છે.

  મોદી સરકારના સ્ટીલમંત્રી ચૌધરી વીરેન્દૃસિંહ હરિયાણાથી રાજયસભાના સભ્ય છે.આ અગાઉ તે ગ્રામિણ વિકાસ, પંચાયતી રાજ અને પાણી મંત્રી રહી ચુકયા છે. આ વખતે વીરેન્દૃસિંહ પોતે ચૂંટણી લડતા નથી પણ તેમની જગ્યાએ તેમના પુત્રને ચૂંટણી લડાવી રહયા છે.

પેટોલીયમ મંત્રી ધર્મેન્દૃ પ્રધાન મધ્યપ્રદેશથી રાજયસભાના સભ્ય છે. તે માર્ચ ર૦૧૮માં જ સદસ્ય બન્યા છે એટલે તેમના કાર્યકાળ માટે લાંબો સમય હજુ બાકી હોવાથી તેઓ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા નથી

(12:52 pm IST)