Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મનમોહનસિંહના શાસનકાળમાં છ વખત અને અટલજીની સરકારમાં બે વાર સર્જીકલ સ્ટ્રાઇક :કોંગ્રેસે જાહેર કર્યું લિસ્ટ

મનમોહન સિંહે સર્જિકલ સ્ટ્રાઇકનું રાજકારણ નથી કર્યું.:યોજનાને અંજામ આપ્યો પણ ગુણગાન ગાતા નથી

નવી દિલ્હી :સર્જીકલ સ્ટ્રાઇક મામલે રાજકારણ ગરમાયુ છે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ 6 વાર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી તેમણે કહ્યું કે, મનમોહન સિંહના શાસનકાળમાં 6 વાર જ્યારે અટલ બિહારી વાજપાયીની સરકારમાં બે વાર સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે માત્ર એક સર્જિકલ સ્ટ્રાઇક કરી તેઓ પોતાની પીઠ થપથપાવી રહ્યાં છે.

    કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ભાજપ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકના પ્રચારને લઇને નિશાન સાધતા કહ્યું કે, મનમોહન સિંહે સર્જિકલ સ્ટ્રાઇકનું રાજકારણ નથી કર્યું. અમે લોકો તે દળમાંથી છીએ જેઓ યોજનાને અંજામ સુધી પહોંચાડીએ છીએ, પરંતુ તેના ગુણગાન નથી ગાતા, જ્યારે હાલની સરકાર ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન માત્ર અને માત્ર લહેરાતો રાજકિય પાક કાપવાનો પુરો પ્રયાસ કરે છે.

    તેમણે કોંગ્રેસે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની વિગતો આપી જે મુજબ 19 જુન 2008માં ભટકલ પુંજમાં, 30 ઓગસ્ટ થી 01 સપ્ટેમ્બર 2011 શારદા સેક્ટર, કેલમાં નીલમ રિવર વેલીમાં, 06 જાન્યુઆરી 2013 સાવન પત્ર ચેકપોસ્ટમાં, 27 થી 28 જુલાઇ 2013 નાજપીર સેક્ટરમાં, 06 ઓગસ્ટ 2013 નીલમ વેલીમાં, 14 જાન્યુઆરી 2014 તત્કાલિન સેનાધ્યક્ષ વિક્રમસિંહે 23 સપ્ટેમ્બર 2013ના રોજ એક સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. વાજપાયી સરકાર દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા તેમણે 21 જાન્યુઆરી 2000માં નદાલા એન્ક્લેવનો ઉલ્લેખ કર્યો અને તેની સાથે જ 18 સપ્ટેમ્બર 2003ના બરોહ સેક્ટર પુંછની જાણકારી આપી હતી.

(12:39 pm IST)