Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શ્રીલંકામાં બ્લાસ્ટ બાદ કવરેજ કરવા ગયેલ ભારતીય પત્રકારની ધરપકડ

રોયટર્સ ન્યુઝ એજન્સીના ફોટો પત્રકાર નેગોબોની સ્કૂલમાં જબરજસ્તીથી ધૂસવાના પ્રયાસનો આરોપ

શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ બાદ કવરેજ કરવા ગયેલા ભારતીય ફોટો પત્રકારની ત્યાંની પોલીસે ધરપકડ કરી છે. આ પત્રકારે એક સ્કૂલમાં જબરજસ્તી પ્રવેશ કર્યો હોવાથી તેની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ મળે છે

  રિપોર્ટ્સ અનુસાર આ પત્રકારની ઓળખ સિદ્દિકી અહમદ દાનિશ તરીકે થઈ છે. તે ન્યૂ દિલ્હી સ્થિત રૉયટર્સ ન્યૂઝ એજન્સીમાં કામ કરે છે. તેણે અધિકારીઓ સાથે વાત કરવા માટે દેશના નેગોંબો શહેરની એક સ્કૂલમાં જબરજસ્તી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

  પોલીસે જણાવ્યું છે કે, દાનિશની જબરજસ્તી પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને નેગોંબો મેજિસ્ટ્રેટ દ્વારા 15 મે સુધી જેલમાં મોકલવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાનિશે એક બાળક સંબંધિત માહિતી મેળવવા સ્કૂલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાળકનું ચર્ચમાં થયેલ બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું.

  અત્રે ઉલ્લેખનિય છે કે, ઇસ્ટર સંડેના દિવસે થયેલા બ્લાસ્ટમાં આતંકવાદીઓએ ચર્ચ અને ફાઇવસ્ટાર હોટેલોને નિશાન નિશાન બનાવ્યાં હતાં, જેમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 500 લોકો ઘાયલ થયા હતા.

(12:34 pm IST)