Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

૧૦ લાખની સીમા દુર

ESICના ૧૨ કરોડ કાર્ડધારકોને મોટી રાહત ઇલાજ ખર્ચની મહત્તમ સીમા સમાપ્ત

નવી દિલ્હી તા. ૩ : દેશભરના ૧૨ કરોડ ઇએસઆઇસી કાર્ડધારકોને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે એક નાણાકીય વર્ષમાં ઇલાજ માટેના ખર્ચની મહત્તમ મર્યાદા ૧૦ લાખની હતી તેને રદ્દ કરી છે. એટલે કે ઇલાજમાં હવે જેટલા પણ રૂપિયા ખર્ચ થાય તે ઇએસઆઇસી (કર્મચારી રાજ્ય વિમા નિગમ) ભોગવશે. હાઇકોર્ટે ગૌચર અને બીજી વારસાગત બિમારીઓથી પિડીત ૮ બાળકોની અરજીનો ચુકાદો આપતા આ હુકમ કર્યો છે.

જસ્ટિસ મનમોહને આ સાથે જ ૨૦૧૬ના વચગાળાના આદેશ હેઠળ આ બાળકોની સારવાર ચાલુ રાખવાનો ઇએસઆઇસીને હુકમ કર્યો છે. બાળકોએ વકિલ અશોક અગ્રવાલ દ્વારા ઇએસઆઇસીના ૨૦૧૪માં કોઇ પણ વીમા ધારક અથવા તેના આશ્રિતોના ઇલાજ માટે ૧૦ લાખથી વધારે ખર્ચ ન કરવાની જોગવાઇઓને પડકારી હતી.

કેસની સુનાવણી દરમિયાન ઇએસઆઇસીએ પણ હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કહ્યું છે કે ૧૦ લાખથી વધુ ખર્ચ થવાનો અંદાજ હોય તેવા કેસોની તપાસ એક સમિતિ કરશે.

(11:32 am IST)