Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સોના પરની આયાત ડયુટી ઘટાડવાની ચર્ચા

હાલ ૧૦ ટકા ડયુટી છે તે ઘટાડીને ૪ ટકા કરવા વિચાર

નવી દિલ્હી, તા. ૩ :. કેન્દ્ર સરકાર સોનાની નિકાસ પર આયાત ડયુટી ૧૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવા વિચાર કરી રહી છે. હાલ આ મુદ્દાની સીબીઆઈસી સમીક્ષા કરી રહ્યુ છે. દાણચોરી થકી સોનાની આયાતને હતોત્સાહિત કરવા માટે તેની આયાત ડયુટીમાં ઘટાડો કરવા વિચાર થઈ રહ્યો છે. ભારતમાં સોનાની આયાતમાં ૨૦૧૮-૧૯માં ૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દરમ્યાન ભારતે ૩૨.૮ અબજ ડોલરના સોનાની આયાત કરી હતી.

એક સરકારી અધિકારીના કહેવા મુજબ સોના અને ચાંદીની મૂળ આયાત ડયુટીમાં ઘટાડાની માંગ થઈ રહી છે. સાથોસાથ સરકાર બહુમૂલ્ય ધાતુઓ પરના જીએસટીના દરમાં પણ ફેરફાર કરવા વિચારે છે.

નીતિ આયોગના મુખ્ય સલાહકાર રતન પી. બાદલના નેતૃત્વવાળી સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતુ કે, સુવર્ણ ઉદ્યોગમાં કર અનુપાલનનો માહોલ બનાવવા માટે આયાત ડયુટીમાં  હરસંભવ  પ્રયાસ  થવો  જોઈએ.

(10:03 am IST)