Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ફાની તોફાનથી ઓરિસ્સામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો ખતરો :શાળા-કોલોજો અને દુકાનો બંધ

સવારે પુરી પાસેના ગોપાલપુર પહોંચશે :13 જિલ્લાના 11 લાખ લોકોનું સ્થળાંતર

 

નવી દિલ્હી :ફાની તોફાન ઓરિસ્સા તરફ ગતિ કરી રહયું છે ઓડિશા તરફ ફાની 16 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આગળ વધી રહયું છે જે શુક્રવારે સવારે 8-10 વાગ્યાની આસપાસ દેવસ્થાન પુરીની પાસે સ્થિત ગોપાલપુર સુધી પહોંચી જશે.તેમ મનાય છે પહેલાં વાવાઝોડું બપોરે 3 વાગ્યે પહોંચશે તેવું માનવામાં આવતું હતું.

  સ્થાનિક અહેવાલ મુજબ ઓડિશાના 13 અતિસંવેદનશીલ જિલ્લાના લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવના પ્રયાસ ચાલું છે, જ્યારે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.

ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે 12થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન થઇ શકે છે. આથી સરકારે તમામ કોલેજ અને વેપારીઓને દુકાન બંધ રાખવાની સચૂના જાહેર કરી છે.

(12:00 am IST)