Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બે વર્ષ પહેલા રિક્ષા ચલાવનારે બેંગ્લોરમાં ખરીદ્યો કરોડોનો ટ્રિપલેક્સ બંગલો :ઈન્કમટૅક્સના રડારમાં આવ્યો :દરોડો

કરોડોની જવેલરી અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા

 

બેંગ્લુરુ : બેંગલુરુમાં કરોડોનો બંગલો ખરીદનાર બે વર્ષ પહેલા ઓટોરિક્ષા ચલાવતો હતો અને કરોડપતિ બની ગયો અને કરોડોની કિંમતનો ટ્રિપલેક્સ વિલા ખરીદી લીધો ત્યારે  બેંગ્લોરનો રહેવાસી વ્યક્તિ ઈન્કમ ટેક્સની રડારમાં આવી ગયો અને ઈન્કમટેકસે દરોડો પાડ્યો જેમાં કરોડોની જવેલરી અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે

  મીડિયા અહેવાલ મુજબ વ્યક્તિનું નામ છે નલ્લૂરલ્લી સુબ્રામણિ (37), જેણે બેંગ્લોરના વાઈટફિલ્ડમાં એક કરોડ 60 લાખની કિંમતનો ટ્પિપલેક્સ વિલા ખરીદ્યો છે. ગત 16 એપ્રિલે જેટી દ્વારા કાયમી કમ્યુનિટીમાં સ્થિત ઘરમાં આયકર વિભાગે રેડ પાડી હતી. રેડમાં કરોડોની કિંમતની જ્વેલરી અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે

 .મીડિયા અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું, અમે જાણકારીનો ખુલાસો નહીં કરી શકીએ. રેડ ભરોસાલાયક વ્યક્તિએ આપેલી જાણકારી બાદ કરી હતી. મામલો બેનામી સંપત્તિનો લાગે છે. તપાસ હજુ ચાલુ છે. કમ્યુનિટીના ડેવલપરને પણ આયકર વિભાગે નોટિસ જાહેર કરી છે.

 મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મી જેટીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારી પાસે જે પણ જાણકારી અથવા ડોક્યુમેન્ટ હતા, તે અધિકારીઓને સોંપી દીધા છે. અમે આગળની તપાસ માટે પણ તૈયાર છીએ

 

(8:42 am IST)