Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વાવાઝોડું 'ફેની'ની આંધ્રપ્રદેશના સમુદ્રકિનારે અસર : શરુ 50 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ

ચેન્નાઇથી કોલકતા રૂટની 223 ટ્રેનો કેન્સલ :NDRF ની 81 ટીમો તૈનાત : ઓડીશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળને ઝપટમાંલેશે

 

નવી દિલ્હી :વાવાઝોડું 'ફેની' ઓડીશા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ગુરૂવારે સાંજે ઓડિશાની સરહદે આવેલ આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારાના જિલ્લાઓ શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, વાવાઝોડું  ઓડીશાના દક્ષિણ ભાગને સ્પર્શે તેવી સંભાવના છે. લોકોની સુરક્ષા માટે NDRFની 81 ટીમ તૈનાત કરાઈ છે. વાવાઝોડું ઓડીશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળને ઝપટમાં લે તેવી સંભાવના છે

  આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ઓડિશા આપત્તી વ્યવસ્થાપન પ્રાધિકરણના પ્રવક્તા સંગ્રામ મહાપાત્રાએ જણાવ્યું કે, આવતીકાલે સાંજે 5.30 કલાકે જે ભુસ્ખલનની સંભાવના વ્યક્ત કરાઈ હતી, તેને હવે બપોરે 12 થી 2.00 દરમિયાન થવાની સંભાવના છે. કારણે, આવતીકાલે શુક્રવારે ઓડિશામાં તમામ કોલેજ અને વ્યાપારિક પ્રતિષ્ઠાન બંધ રાખવામાં આવશે.

આગમચેતીના પગલાંરૂપે ચેન્નાઈથી કોલકાતા રૂટ પર ચાલતી લગભઘ 223 ટ્રેનને 4 મે સુધી રદ્દ કરી દેવાઈ છે. આટલું નહીં, આગામી 24 કલાક સુધી ઓડિશાના ભુવનેશ્વરથી એક પણ ફ્લાઈટ ઉડશે નહીં. ફેની વાવાઝોડાના કારણે આવતીકાલે શુક્રવારે રાત્રે 9.30 કલાકથી સવારે 6.00 કલાક સુધી કોલકાતા એરપોર્ટ પણ બંધ રહેશે.

 NDRFના પ્રમુખ એસ.એન. પ્રધાને જણાવ્યું કે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 50 ટીમ પહેલાથી તૈનાત કરાઈ છે. અન્ય 31 ટીમને તૈયાર રહેવાના આદેશ અપાયા છે. ઓઢિશામાં પુરીની આજુબાજુ અત્યાધુનિક સાધનો સાથે 28 ટીમ ખડેપગે તૈયાર છે. રીતે આંધ્રપ્રદેશમાં 12 અને પશ્ચિમ બંગાળમાં 6 ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 50 કર્મચારીનો સમાવેશ થાય છે.

  NDRF દ્વારા પોતાના વડામથક ખાતે 24 કલાક કાર્યરત એક નિયંત્રણ કક્ષ બનાવાયું છે. જેમાં અધિકારીઓની એક ટીમ, ભારતીય હવામાન વિભાગ અને ત્રણ રાજ્યોની આપત્તી વ્યવસ્થાપનના એકમની ટીમ સતત સંપર્કમાં છે. તમિલનાડુ અને કેરળમાં પણ NDRFની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે

(12:00 am IST)