Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વારાણસી ચૂંટણી જંગ

મોદી સામે હવે ૨૫ ઉમેદવારો મેદાનમાં

વારાણસી તા. ૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયાંથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ લડી રહ્યા છે તે વારાણસી બેઠકનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, ગુરૂવારે નામ પાછા ખેંચવાના અંતિમ દિવસે ૫ ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને હવે પીએમ મોદી સહિત કુલ ૨૬ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. વારાણસીમાં અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ મતદાન યોજાવાનું છે.

હવે વડાપ્રધાન મોદી સામે જે જાણીતા ઉમેદવાર છે તેમાં કોંગ્રેસના અજય રાય, સમાજવાદી પાર્ટીની શાલિની યાદવ, જનહિત ભારત પાર્ટીમાંથી ભારતના હોકી ખેલાડી અને પદ્મશ્રી મોહમ્મદ શાહિદની પુત્રિ હિના શાહિદ, તેલંગાણાના ખેડૂત અને અપક્ષ ઉમેદવાર ઇસતારી સુન્નમ, અપક્ષ ઉમેદવાર અતીક અહેમદ, ભારતીય સમાજ પાર્ટીના સુરેન્દ્ર સુહેલદેવ સહિત કુલ ૨૬ ઉમેદવાર મેદાનમાં છે.

ગુરૂવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા રાજેન્દ્ર ગાંધી, રાજકુમાર સોની, કાંશીરામ બહુજન દલના સંજય વિશ્વકર્મા, જનસંઘ્ષ વિરાટ પાર્ટીના અર્જુન રામ શંકર, જનતા પાર્ટીના ઉમેદવાર શ્યામ નંદને પોતાના નામ પાછા ખેંચ્યા હતા.

વારાણસીમાં કુલ ૭૨ ઉમેદવારોએનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. ૩૧ ફોર્મ કાયદેસર જાહેર કરાયા હતા, જેમાંથી ૫ ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. વારાણસીમાં કુલ ૧૦૨ ઉમેદવારોએ ૧૧૯ ચૂંટણી ફોર્મ ભર્યા હતા.

હવે ૨૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

૧. આશુતોષ કુમાર પાંડે - મેરા અધિકાર રાષ્ટ્રીય દલ

૨. ઈશ્વર દયાલ - ભારતીય સબકા દલ

૩. મનોહર આનંદ રાવ પાટિલ - અપક્ષ

૪. આસિન યુ. એસ. - ઈન્ડિયન ગાંધિયન પાર્ટી

૫. સુરેન્દ્ર સુહેલદેવ- ભારતીય સમાજ પાર્ટી

૬. સુનીલ કુમાર - અપક્ષ

૭. નરેન્દ્ર મોદી - ભારતીય જનતા પાર્ટી

૮. ચંદ્રિકા પ્રસાદ - અપક્ષ

૯. બૃજેન્દ્ર દત્ત્। ત્રિપાઠી - આદર્શવાદી કોંગ્રેસ પાર્ટી

૧૦. ઉમેશ ચંદ્ર કટિહાર - અલહિંદ પાર્ટી

૧૧. રામશરણ - વિકાસ ઈન્સાફ પાર્ટી

૧૨. અનિલ કુમાર ચોરસિયા - જનહિત કિસાન પાર્ટી

૧૩. અજય રાય - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૪. રાજેશ ભારતીય સૂર્ય - રાષ્ટ્રીય આંબેડકર દલ

૧૫. શાલિની યાદવ - સમાજવાદી પાર્ટી

૧૬. અતીક અહેમદ - અપક્ષ

૧૭. હિના શાહિદ - જનહિત ભારત પાર્ટી

૧૮. શેખ મિરાજ બાબા - રાષ્ટ્રીય મતદાતા પાર્ટી

૧૯. માનવ - અપક્ષ

૨૦. અમરેશ મિશ્રા - ભારત પ્રભાત પાર્ટી

૨૧. ત્રિભૂવન શર્મા - ભારતીય રાષ્ટ્રવાદી સમાનતા પાર્ટી

૨૨. રાકેશ પ્રતાપ - ભારતી જનક્રાંતિ દલ ડેમો

૨૩. હરીભાઈ પટેલ - આમ જનતા પાર્ટી (ઈન્ડિયન)

૨૪. ઈસતારી સુન્નમ - અપક્ષ

૨૫. મનીષ શ્રીવાસ્તવ - અપક્ષ

૨૬. પ્રેમનાથ - મૌલિક અધિકાર પાર્ટી

(10:04 am IST)