Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

'' બ્રહ્મ મહોત્સવ : અમેરિકાના પરામસ ન્યુજર્સીમાં શ્રી રામચંદ્રજી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય પૂર્વેના નવ દિવસ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ જપ,તપ, વ્રત, યજ્ઞ, તથા ભકિતથી હરિભકતો ભાવવિભોર

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ પરામસ ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા શ્રી રામચંદ્રજી અને શ્રી સ્વામિનારાયણ પ્રાગટય પૂર્વેના નવ દિવસ જત, તપ, વ્રત, યજ્ઞ, ભકિત વગેરે આયોજનો દ્વારા સાધનાએ યુકત બ્રહ્મ મહોત્સવની ધામધૂમથી ઉજવણી શ્રી શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના માર્ગ દર્શન અનુસાર કરવામા આવી હતી.

         અમેરિકામા સર્વપ્રથમ બ્રહ્મ મહોત્સવ પર્વનો ગુરૂકુલ પરિવાર દ્વારા તા. ૬ એપ્રિલ સવારથી ૧૪ એપ્રિલના ભગવાનના પ્રાગટય ઉત્સવની સાથે પૂર્ણ ભકિતભાવ પૂર્વક ઉજવાય ગયો. જેમાં ન્યુજર્સીમાં રહેતા ભકતો વિવિધ આયોજનોમાં શ્રધ્ધા  અને ઉત્સાહથી જોડાયા હતા. જેમાં તપ દ્વારા નવ દિવસ સુધી ર૬ ભકતોએ નકોરડા ઉપવાસ કર્યા હતા. રર૬ ઉપરાંત ભકતોએ એકટાણા, ૮૦ ભકતોએ નવ દિવસ ફળાહાર ઉપર રહીને ઉત્સવમાં ઉત્સાહથી જોડાણા હતા. તથા જપ દ્વારા રોજના ૧૦૦૮ મંત્રજાપ કરવામાં ર૩૩ ભકતો તથા ૧૪૦૦૦ મંત્રજપ કરવામાં ૩૦ ઉપરાંત જોડાયા હતા. સર્વે ભકતોએ મળીને પ૧,૦૦,૦૦૦ સ્વામિનારાયણ મંત્ર જપ કર્યા હતા. તથા ૧૦૦ ઉપરાંત ભકતોએ નવ ઘ્વિસ પોત પોતાના ઘરે પારણીયામાં ભગવાનને સવાર સાંજ ર૦-ર૦ મિનિટ સુધી પ્રાર્થના સાથે કીર્તન ગાયને પુજન દ્વારા આરાધના કરી હતી.

         આ બ્રહ્મ મહોત્સવનું મુખ્યબિંદુ અમેરિકાની ધરતી ઉપર સર્વ પ્રથમ નવ દિવસનો યજ્ઞ હતુ જેમાં સંપૂર્ણ વચનામૃતો યજ્ઞ તથા સંપૂર્ણ ભકતચિંતામણીનો યજ્ઞનો થયો હતો જેમાં દરરોજ  સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી યજ્ઞનારાયણને હજારો આહુતિઓ અપાણી હતી.  જે યજ્ઞમાં આ ઉપરાંત શિક્ષાપત્રી, સર્વમંગલ નામાવલીના ૧૧ આવર્તન, વિષ્ણુસહસ્ત્રનામ શ્રી સુકત, પુરુષુકત ના ૧૧ આવર્તન, પુરુષોતમ પ્રકાશ, હરિસ્મૃતિના ર પાઠ દ્વારા ઉપનિષદોના મંત્રોથી યજ્ઞનારાયણને નવ દિવસ સુધી દરરોજ હજારો આહુતિઓ આપવામાં આવતી હતી. દરરોજ સવારે અને સાંજે ભગવાનની નગરયાત્રા કાઢવામા આવતી હતી જે અમેરિકન લોકોને આકર્ષણનું કેન્દ્ર હતી તથા દરરોજ મંદિરમાં ભકતો નૃત્ય દ્વારા કીર્તન-ભકિત કરીને ભગવાનની રીઝવણી કરવામાં આવતી હતી. નવદિવસ દરરોજના સવાર અને સાંજ ભગવાનના પ્રાગટય નિમિતે વિશેષ પુજા  કરવામાં આવતી હતી.

         રામ નવમી અને સ્વામિનારાયણ જયંતિના દિવસે બપોરના ૧ર વાગ્યે મર્યાદા પુરુષોતમ રામચંદ્ર ભગવાનની આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બધાને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. સાંજે ૪.૩૦ વાગ્યે યજ્ઞની પુર્ણાહુતી સર્વે યજમાનોએ બીડુ હોમીને કરી હતી. ત્યારબાદ ભગવાનને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા પરામસ શહેરમંા કાઢવામા  આવી હતી. ત્યારબાદ સમૂહમાં નૃત્ય સાથે ધૂન કીર્તન થયા અને ભગવાનનું વૈદિક મંત્રોથી પૂજન થાળ આરતી કરવામાં આવી હતી. નવ દિવસ યજ્ઞમાં અને  નવ દિવસ નકોરડા ઉપવાસ કરનાર ભકતોને યજમાનશ્રીઓ તથા સંતો દ્વારા પૂજન સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ભકતોએ પોતાના અનુભવો કહ્યા હતા. બાલ મંડળના બાળકોએ સુંદર ચિત્ર પ્રદર્શન ગોઠવ્યુ હતુ. તથા યુવાનો અને બાળકોએ બાલ પ્રભુને વધાવવા  નૃત્ય નાટક રાસ રજુ કરી રીજવ્યા હતા. અંતમાં અતિશબાજી, ધુમ્ર સેર, લેસર લાઇટની સાથે ભગવાનના પ્રાગટયની આરતી થઇ હતી. ત્યારબાદ ધર્મ ઘેર આનંદ ભયો થયો હતો જેમાં અબાલ વૃદ્ધ બધાજ પ્રભુ ભકિતમાં ઝુમી ઉઠયા હતા. ઉત્સવ બાદ ઉપવાસી ભકતોને સંતોના હાથે પારણા કરવામાં આવ્યા હતા. ૬૦૦ ઉપરાંત ભકતોજી હાજરી રહી હતી.

આ ઉત્સવમાં ખાસ કરીને જાણીતા ઉદ્યોગપતિ એવા યજ્ઞ પ્રેમી ભકતરાજ શ્રી ધીરુભાઇ કોટડીયા ખાસ વોશિંગ્ટનથી નવ દિવસ યજ્ઞનો લાભ લેવા પધાર્યા હતા,આ સિવાય ડલ્લાસથી રાવજીભાઇ પટેલ તથા ન્યુજર્સીથી શ્રી રમેશભાઇ પટેલ, શ્રી  વલ્લભભાઇ વાનાણી, મનહરભાઇ માંગરોળીયા, શ્રી રાવજીભાઇ ભુવા, હિતેશભાઇ રાખોલીયા, શ્રી પુરુષેાતમભાઇ સાવલિયા, ધનશ્યામભાઇ મીરાણી, શિવલાલભાઇ વેકરીયા, કિરણભાઇ રાખોલીયા, હસમુખભાઇ ડોબરીયા વગેરે ભકતો પધાર્યા હતા.

આ બ્રહ્મોત્સવમાં મુખ્ય યજમાન બનીને સેવા ધર્મનંદન ડાયમંડના શ્રી ભાવેશભાઇ વીરાણી તથા શ્રી પ્રકાશભાઇ પટેલ, શ્રી ધીરુભાઇ કોટડીયા, શ્રી હસમુખભાઇ કકાણી, શ્રી ભાવેશભાઇ ગજેરા તથા શ્રી તિમિરભાઇ પટેલએ લાભ લીધો હતો. આ ઉપરાંત સહ યજમાનમાં શ્રી પ્રવિણભાઇ વોરા, અંકુરભાઇ ભુવા, દિપેનભાઇ ભોરણીયા, કૃતાર્થભાઇ જગત, અરજનભાઇ કથીરિયા, ગીરીશભાઇ પટેલ, અમીતભાઇ પટેલ, હરેશભાઇ સાવલીયા, અમીતભાઇ કાબરિયા, અલ્પેશભાઇ જીવાણી, વેલજીભાઇ ઠુંમર, પ્રવિણભાઇ વેકરીયા, વગેરે ઘણા ભકતોએ લાભ લીધો છે.

         ઉત્સવને સફળ બનાવવામા ગુરુકુલ પરિવારના તમામ યુવાનભાઇઓ અને બહેનોએ ખડેપગે રહીને મહેનત કરી હતી.

 

        

(10:16 pm IST)