Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભાજપને ફાયદો પહોંચાડતા પહેલા હું મરવાનું વધારે પસંદ કરીશ :અમારા ઉમેદવારો મજબુતીથી લડે છે :પ્રિયંકા ગાંધી

નબળા ઉમેદવાર હોવાની વાતનો છેદ ઉડાવતા કોંગ્રેસના મહાસચિવ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં માતા સોનિયા ગાંધીનો ચૂંટણી પ્રચાર કરતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકારા પ્રહાર કર્યા હતા પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, મેં સ્પષ્ટ કહ્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. મોટા ભાગની સીટો પર અમારા ઉમેદવારો મજબૂતીથી લડી રહ્યાં છે.

 પ્રિયંકા ગાંધીએ નબળા ઉમેદવારોની વાત નો છેદ ઉડાવ્યો હતો કોંગ્રેસના મહાસચિવે એમ પણ કહ્યું હતું કે હું ભાજપને ફાયદો પહોંચાડતા પહેલા મરવાનું વધારે પસંદ કરીશ.

(12:00 am IST)