Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઇસ્લામિક પ્રચારક જાકીર નાઇકની વિરૂદ્ધ ચાર્જશીટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચાર્જશીટ દાખલ : ૧૯૩.૦૬ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ માટેનો આક્ષેપ થયો : જાકીરની ગતિવિધિ ઉપર સુરક્ષા સંસ્થાઓની નજર

નવી દિલ્હી, તા. ૨ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાઇક અને અન્યની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જાકીર નાયકની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ તેના પર સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. જાકીર નાઇક પર કુલ ૧૯૩.૦૬ કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇડીએ જાકીર નાઇક અને તેમના સાથીઓની સામે ૨૨મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જાકીર નાઇક હાલમાં મલેશિયામાં રહે છે. જાકીર નાઇક સામેછેલ્લા ઘણા સમયથી મામલાઓ ચાલી રહહ્યા છે. ઇડીએ તેમની ગતિવિધિ પર બાજ નજર કેન્દ્રિત કરી દીધી છે. જાકીર નાઇક ઉપર આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનો પણ આક્ષેપ થયેલો છે. આ પહેલા માર્ચ ૨૦૧૯માં ઇડીએ જાકીર નાઇકના એક સાથીને મુંબઈમાં પકડી પાડ્યો હતો. પ્રોફેશનથી જ્વેલર એવા નઝમુદ્દીન સાથકની સામે પણ કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. નઝમુદ્દીનને નાઇકની મદદ કરવા અને મની લોન્ડરિંગમાં સહાયતા કરવાનો આક્ષેપ મુકવામાં આવી ચુક્યો છે. નઝમુદ્દીન પર એવો આક્ષેપ મુકવામાં આવ્યો છે કે, ૫૦ કરોડ રૂપિયાની રકમ નાઇકને મોકલવામાં આવી હતી. જાકીર નાઇક પર વિતેલા વર્ષોમાં પણ કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. તેમની સંપત્તિ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. જાકીર નાઇકની સંસ્થા ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. ઇસ્લામિક ધર્મગુરુ ભારતમાં આવી રહ્યા નથી. ભારતમાં પરત ફરવા માટે તેમની સામે અનેક વખત સૂચનાઓ જારી કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. મલેશિયામાં જાકીર નાઇક હાલમાં પોતાની ગતિવિધિ ચલાવી રહ્યા છે.

(12:00 am IST)