Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જાવેદ અખ્તરે કહ્યું :બુરખા ઉપર પ્રતિબંધ લાગે તો ઘૂંઘટ પર પણ લાગવો જોઈએ : મોદી આવશે અને જશે પરંતુ દેશ રહેશે

ભોપાલમાં બૉલીવુડ લેખક-ગીતકારે કહ્યું ભાજપની વિચારધારા છે કે તમે અમારી સાથે નથી તો રાષ્ટ્ર વિરોધી છો :શ્રીલંકામાં બુરખા ઉપર નહિ પરંતુ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ધાર્મિક બાબતો ફરીથી રાજકારણમાં ઘુસી છે બુરખા ઉપર પ્રતિબંધને લઈને ઉઠેલી માંગ બાદ હવે રાજકીય મામલે અચૂક મંતવ્ય રજુ કરતા બૉલીવુડ લેખક ગીતકાર જાવેદ અખ્તરે નિવેદન આપતા કહ્યું કે જો દેશમાં બુરખા પર પ્રતિબંધ લાગે છે તો ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ જાવેદ અખ્તરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિવસેનાએ પાર્ટી મુખપત્ર સામનામાં એક લેખ લખીને બુરખા પર પ્રતિબંધની માંગ કરી છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાવેદ અખ્તરે ભાજપ પર નિશાન સાધ્યું હતું તેઓએ કહ્યું કે ભાજપની વિચારધારા છે કે તમે અમરીશ સાથે નથી તો રાષ્ટ્ર વિરોધી છો ,શ્રીલંકામાં પણ બુરખા પર પ્રતિબંધની માંગનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે ત્યાં બુરખા ઉપર નહિ પરંતુ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લાગ્યો છે
   કાર્યક્રમમાં જાવેદ અખ્તરે ચૂંટણી અંગે કહ્યું જકે આ ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે આ ચૂંટણી બેરાહ પર ઉભી છે દેશ જે રસ્તે જશે તે હશે કેટલાય મોદી આવશે અને જશે પરંતુ દેશ છે અને દેશ રહેશે
(12:00 am IST)