Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

100 ડોલર કેશ અને અમેરિકન એક્‍સપ્રેસ કાર્ડઃ વોરન બફેટ હંમેશા આ બે વસ્‍તુ પોતાના પર્સમાં રાખે છે

મુંબઈ : અબજોપતિ રોકાણકાર વોરન બફેટ (Warren Buffett)એ હાલમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. બર્કશાયર હેથવેના સીઇઓએ એક ઇન્ટરવ્યૂમાં પોતાનું પર્સ ખોલીને દેખાડ્યું હતું કે તેઓ પોતાના પર્સમાં બે વસ્તુઓ હંમેશા રાખે છે. આ બે વસ્તુઓ છે 100 ડોલર કેશ અને અમેરિકન એક્સપ્રેસ કાર્ડ.

88 વર્ષના વોરન બફેટે કહ્યું છે કે તે પર્સમાં આ બે વસ્તુઓ તેમની 73 વર્ષીય પત્ની એસ્ટ્રિડ મેન્ક્સના કારણે રાખે છે. તે કાર્ડ કરતા વધારે કેશનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વોરન બફેટ દુનિયાની ત્રીજા નંબરની ધનિક વ્યક્તિ છે અને ફોર્બ્સ પ્રમાણે એની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે. વોરન બફેટે કહ્યું છે કે જ્યાં સુધી ખર્ચ કરવાની વાત છે ત્યાં સુધી જુની આદતો મુશ્કેલીથી છુટે છે. વોરન બફેટે વિશેષ માહિતી આપતા કહ્યું હતું કે મેં 1964માં અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લીધું હતું પણ 98 ટકા કિસ્સાઓમાં હું કેશ પેમેન્ટ કરું છું. આ વધારે સહેલું છે.

વોરન બફેટ હજી પણ એ ઘરમાં રહે છે જે 60 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. તેઓ સામાન્ય કાર ચલાવે છે અને ભોજન પર પણ 3-4  ડોલરથી વધારે ખર્ચ નથી કરતા.  વોરન બફેટ પોતાના ખરાબ ડાયેટને કારણે કુખ્યાત છે. તેઓ રોજ કોકાકોલના પાંચ કેન પીવી છે અને તેમને મેકડોનાલ્ડ્સનું ફાસ્ટ ફૂડ બહુ પસંદ છે. જોકે આ ફાસ્ટફૂડ તેમના સ્વાસ્થ્ય પર ખાસ અસર નથી કરતું અને તેઓ બહુ ઉર્જાવાન છે.

(12:00 am IST)