Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

" સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ( CJBO ) " : યુ.એસ.માં નવા તથા જુના વ્યવસાયિકોને એક છત્ર હેઠળ ભેગા કરી ધંધાના વિકાસ માટે તથા વ્યવસાયિક પ્રશ્નો હલ કરવા માટે માર્ગદર્શન આપવા શરૂ કરાયેલું ઓર્ગેનાઇઝેશન : આજ 2 મે ગુરુવારના રોજ સાઉથ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે સૌપ્રથમ' નેટવર્કિંગ ઇવનિંગ ' નું આયોજન : એટર્ની સુશ્રી પ્રગતિ પરીખ દુબલ' બિઝનેસ બેઝિક્સ ' વિષે સમજુતી આપશે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.માં " સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ( CJBO ) "ના ઉપક્રમે આજ 2 મે ગુરુવારના રોજ સાઉથ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે સૌપ્રથમ' નેટવર્કિંગ ઇવનિંગ ' નું આયોજન કરાયું છે.

સ્થાનિક વ્યાવસાયિકો તથા માર્ગદર્શકોને એક છત્ર હેઠળ ભેગા કરી વ્યવસાયિક તકો વધારવા પરસ્પર સહકારનો લાભ લેવા ડિસેમ્બર 2018 થી શરૂ કરાયેલ CJBO આયોજિત આ નેટવર્ક ઇવનિંગનું સ્થળ અંબર રેસ્ટોરન્ટ સાઉથ બ્રન્સવિક ન્યુજર્સી રાખવામાં આવ્યું છે.જેનો સમય સાંજે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધીનો રહેશે

CJBO નવા તથા જુના વ્યવસાયિકોને ધંધાના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની નેમ ધરાવે છે.ઉપરાંત વ્યવસાયિકોના પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન આપવાનું કામ કરે છે.તેમજ યુવા વ્યવસાયિકોને નવા વ્યવસાયનું સ્વપ્ન સાકાર કરવા માર્ગદર્શન તથા તકો પુરી પાડવાના હેતુ સાથે કાર્યરત છે.આ માટે વાર્ષિક મેમ્બરશીપ મેળવવાની રહે છે.

CJBO 3 સફળ વ્યાવસાયિકો તથા ફાઉન્ડર્સ શ્રી હિતેશ પટેલ ,શ્રી મહેન્દ્ર ઝેડ.પટેલ ,તથા શ્રી પિનાકીન પાઠક ના નેતૃત્વ હેઠળ કાર્યરત કરાયેલ છે.જેનું સરનામું CJBO ,4191 રૂટ 1 સાઉથ મોનમાઉથ જંકશન ,ન્યુજર્સી છે.જેના કો-ઓર્ડીનેટર તરીકે ડો.તુષાર પટેલ છે.ઓર્ગેનાઇઝેશન વિષે વધુ માહિતી માટે કોન્ટેક ન.609-240-5014 ,848-391-0499 ,732-718-5238 ,અથવા 609-610-1920 દ્વારા સંપર્ક સાધી શકાય છે.

પ્રોગ્રામ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનાર તથા ડાઇરેક્ટ સ્થળ ઉપર આવનાર તમામ માટે ખુલ્લો છે.CJBO વિષયક વિશેષ માહિતી માટે tpatel434@yahoo.com અથવા કોન્ટેક ન.848-391-0499 દ્વારા તથા મેમ્બરશીપ માટે www.cjbousa.com નો સંપર્ક સાધવા ડો.તુષાર પટેલ તથા આયોજકોની યાદીમાં જણાવાયું છે.

(1:03 pm IST)