Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

યાર્નના વધતા ભાવો સામે વીવર્સ લડતના માર્ગે :તાકીદની મિટિંગ બોલાવાઇ: 12મીએ જાહેર સભામાં ઘડાશે રણનીતિ

વિવર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ''ફોગવા''એ આ મુદ્દે હસમુખ અઢિયા અને નાણામંત્રી અરુણ જેટલીને પત્ર પાઠવ્યો

રાજકોટ :ટેક્સટાઈલ ઉદ્યોગનો મહત્વનો હિસ્સો યાર્નની કિંમતમાં સતત વધારાથી વિવર્સો વ્યથિત બન્યા છે પહેલી જુલાઈથી લાગુ થયેલ GSTમાં યાર્નને 18 ટકાના સ્લેબમાં મુકાયું હતું બાદમાં વિરોધ થતા ઘટાડીને 12 ટકા કર્યું હતું. તેમ છતાં યાર્નના ભાવમાં ઘટાડો થતો હતો તેની જગ્યાએ ભાવોમાં સતત વધારો જોવા મળ્યો હતો. યાર્નની કિંમતમાં વધારો થવાના કારણે સાડા લાખ કરતા વધુ વેપારીઓના ધંધા પર અસર પડી છે.

    યાર્નની કીમતોમાં થતા સતત વધારા સામે ફોગવા રોષે ભરાયુ છે.ફોગવાએ તાત્કાલિક એક મીટીંગ બોલાવી હતી મીટીંગમાં યાર્નમાં થઈ રહેલા સતત વધતા ભાવો સામે લડવાની યોજનાઓ બનવવાની શરૂઆત કરી દીધી છે. વિવર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફોગવાએ મુદ્દે હસમુખ અઢિયા અને નાણામંત્રી અરુણ જેટલીને પત્ર લખવામાં આવ્યો હતો

મુદ્દે ફોગવાના પ્રમુખ આશોક જીરાવાળાએ જણાવ્યું હતુ કે આગામી 12 તારીખના રોજ જાહેરસભા બોલાવીને આગામી રણનીતિ જણાવવામાં આવશે અને જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી અમે અમારો વિરોધ ચાલુ રાખીશું.

(11:09 pm IST)