Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

‘‘ડેલ સ્‍કોલર્સ'': યુ.એસ.માં ડેલ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૫૦૦ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન હાઇસ્‍કૂલ સ્‍ટુડન્‍ટસઃ તમામ સ્‍કોલર્સને ૨૦૦૦૦ ડોલર, ઉપરાંત લેપટોપ તથા ટેક્ષબુકસ અપાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં મિચેલ એન્‍ડ સુસાન ડેલ ફાઉન્‍ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી હાઇસ્‍કુલના સ્‍ટુડન્‍ટસમાંથી ડેલ સ્‍કોલર્સની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૫૦૦ સ્‍કોલર્સમાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ ગૃપએ પણ સ્‍થાન મેળવ્‍યું છે.

 ડેલ સ્‍કોલર્સ તરીકે પસંદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં દલાસ ટેકસાસ સ્‍થિત સીતા ભંડારી, કેલિફોર્નિયામાંથી અમ્રિત ચૌહાણ તથા મનજોતસિંઘ, ફ્રેશ્‍નોમાંથી હરલીન કૌર, તથા ઓર્લેન્‍ડોમાંથી પૂજા પટેલનો સમાવેશ થાય છે.

તમામ ડેલ સ્‍કોલર્સને ૨૦૦૦૦ ડોલર, ઉપરાંત લેપટોપ તથા ટેક્ષબુકસ અપાશે.

(9:29 pm IST)