Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

વરિષ્‍ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા આપવા કેન્‍દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન વય વંદન યોજનામાં ફેરફાર કરાયોઃ ૧૦ વર્ષ સુધી વૃદ્ધોને મળશે ૧૦ હજાર રૂપિયા પેન્શન

નવી દિલ્‍હીઃ સરકારે વડાપ્રધાન વય વંદન યોજના (પીએમવીવીવાઇ) યોજનાની નિવેશ રાશીને વધારવા માટે 15 લાખ રૂપિયા કરી દીધી છે. જેની સાથે હવે વરિષ્ઠ નાગરિકોને દરેક મહિને 10000 રૂપિયા પેન્શન મળવાનો રસ્તો પણ સાફ થઇ ગયો છે. પહેલા રોકાણની અધિકત્તમ મર્યાદા માત્ર 7.5 લાખ રૂપિયા હતી.

નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટિંગ પછી લેવામાં આવ્યો છે. આ યોજનામાં સભ્ય બનવાની અંતિમ તારીખ પણ વધારી દેવામાં આવી છે. પહેલા છેલ્લી તારીખ 4 મે 2018 હતી પરંતુ હવે 31 માર્ચ 2020 સુધી 60 વર્ષની ઉંમરથી વધારેના લોકો આ યોજનાના સભ્ય બની શકે છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બદલાવની પુષ્ટી કરતા કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા કવર વધારવા માટે સરકાર તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. અત્યારે 2.23 લાખ વરિષ્ઠ નાગરિક આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યાં છે. જેમાં તેમને દરેક મહિને 1000 રૂપિયા મળે છે.

60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે શરૂ કરાયેલ આ યોજના એલઆઇસી દ્વારા પુરી થશે. આ યોજનાના સભ્યને 8 ટકા રિટર્નની સાથે દસ વર્ષ સુધી 10000 રૂપિયા પેન્શન મળતી રહેશે. સભ્ય આ પેન્શનને પ્રત્યેક મહિને, ત્રણ મહિના કે 1 વર્ષમાં લઇ શકો છો. આ ઉપરાંત એલઆઇસી જો 8 ટકા રિટર્ન આપવામાં સફળ ન થઇ શકે તો સરકાર તેની ભરપાઇ કરશે અને સબ્સિડી આપશે.

(6:22 pm IST)