Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

પપ્‍પા, મારા મર્યા પછી દારૂ છોડી દેજો...તમે મારી ચિતાને અગિ્નદાહ આપતા નહિ

પિતાની દારૂ પિવાની ટેવથી કંટાળી પુત્રએ રેલ્‍વે પુલ ઉપર ફાંસો ખાઇ લેતા અરેરાટીઃ ૧૮ વર્ષના વિદ્યાર્થી દિનેશે લખેલી સ્‍યુસાઇટ નોટ મળી

તિરૂનેલવેલી,તા. ૩ :  દારૂ ખરેખર લોકોનું જીવન બદબાદ કરી ના઼ખે છે, દારૂડીયો એક હોય પણ આખા પરિવારને પરેશાન થવું પડે છે.આવા જ અ ેક કિસ્‍સામાં પિતાની દારૂ પીવાની ટેવથી  કંટાળી પુત્રએ અંતિમ પગલુ ભરી લેતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી જવા પામી છે.

આ અંગે જાણવા મળ્‍યાનુસાર કુરૂકકલવટ્ટી ખાતે રહેતા ૧૮ વર્ષના દિનેશ નામના છાત્રએ પિતાની દારૂ પિવાની ટેવથી કંટાળી જઇ ઘરથી થોડેક અંતરે આવેલા રેલ્‍વે પુલ ઉપર ફાસો લગાવી જીવાદોરી કાપી નાંખી હતી.

સ્‍યુસાઇટ નોટમાં ખુલ્‍યા મુજબ દિનેશ પિતાની દારૂની ટેવથી પરેશાન હતો,અવાર-નવાર સમજાવવા છતા પણ પિતા માનતા ન હોવાથી અંતે પોતે જ જીવન ટુંકાવી નાંખ્‍યુ હતુ...જેમાં લખ્‍યા મુજબ પપ્‍પાને સંબોધન કરેલ કે, પિતાજી તમે મારા મર્યા પછી દારૂ છોડી દેજો.તમે મારી ચિતાને અગિ્નદાહ આપતા નહિ.

અંતિમ પગલુ ભરતા પહેલા યુવાને પિતાને સંબોધીને એમ પણ લખ્‍યુ હતુ કે, મારા મોત પછી તમે મુંડન કરાવતા નહીં, કેમ કે તમે એને લાયક નથી... આ મારી અંતિમ ઈચ્‍છા છે, આના પછી જ મારી આત્‍માને શાંતિ મળશે. હવે તો બસ કરો, દારૂની બુરી આદતને હંમેશને માટે છોડી દેજો. પપ્‍પા એક વાર ફરી હું તમને દારૂ છોડવાની વિનંતી કરૂ છું. જો તમે એવુ કરશો તો જરૂર મારા આત્‍માને શાંતિ મળશે. દિનેશે સ્‍યુસાઈડ નોટમાં મુખ્‍યમંત્રી ઈ પલાનિશામીને પણ અપીલ કરી છે કે, જો તમે દારૂની દુકાનો નહી બંધ કરાવો તો મારી આત્‍મા પાછી આવશે અને દારૂની દુકાનો બંધ કરાવશે. કહેવાય છે કે, આત્‍મહત્‍યાનું પગલુ ભરનાર દિનેશ અભ્‍યાસમાં હોશિયાર હતો. ૧૨ પાસ કર્યા પછી નીટની તૈયારીમાં લાગ્‍યો હતો. તેના પિતા કમાણીની મોટા ભાગની આવક દારૂ પાછળ ઉડાવી દેતા હોવાથી પરેશાન હતો.

(3:26 pm IST)