Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઇન્કમટેક્સ બાદ હવે ACBની બમ્પર ઓફર :સરકારી કર્મચારીની અપ્રમાણસરની મિલ્કતની માહિતી આપનારને 25 લાખનું ઇનામ

ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નવો કિમીયો : બાતમીદારની ઓળખ ગુપ્ત પણ રાખવામાં આવશે

 

નવી દિલ્હી :દેશમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર,અપ્રમાણસર મિલકત મુદ્દે બુમો સંભળાતી હોય છે.ત્યારે એન્ટી કરપ્સન ઓફ બ્યૂરોએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નવો કિમીયો અપનાવ્યો છે.એસબી દ્વારા જે કોઈ પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત અંગે માહિતી આપશે તેમને 25 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે

 

   મળતી માહિતી મુજબ સરકારના ઈન્કમટેક્ષ, અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા નવો કિમીયો અપનાવવામાં આવ્યો છે. એસીબીએ જાહેરાત કરી છે કે, જે પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે, અને જો તે સાચી પડશે તો બાતમીદારને રૂ. 25 લાખનું ઈનામ આપવામાં આવશે. એસીબીએ જાહેરાત કરતા સમયે પણ કહ્યું કે, બાતમીદારની ઓળક ગુપ્ત પણ રાખવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા પણ સરકારના ઈન્કમટેક્ષ અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-2016માં જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ પણ ઈન્કમટેક્ષ ચોરી કે સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે તેને લાંચિયા અધિકારી પાસેથી જે કંઇ બે હિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

(12:00 am IST)