Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

Vi મોબાઇલ ફિલ્‍મ મેકીંગ સ્‍પર્ધામાં રાજકોટની VOID પ્રથમ વિજેતા

મુંબઇ તા. ૩: રાજકોટના VOID એ ગુજરાતમાં Vi મોબાઇલ ફિલ્‍મમેકિંગ કોન્‍ટેસ્‍ટમાં પહેલું ઇનામ જીત્‍યું છે. વષાાપુર એમ્‍ફીથિયેટર ખાતે પસંદ કરેલી એન્‍ટ્રીના સ્‍પેશિયલ સ્‍ક્રીનિંગ બાદ અમદાવાદમાં ૩૦મી માર્ચે આ જાહેરાત કરવામાં આવી હતી.

રેડ એફએમ સાથેની પાર્ટનરશિપમાં આ કોન્‍ટેસ્‍ટનું આયોજન અને પ્રમોશન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર ગુજરાતમાંથી મળેલી ૭૦ થી વધુ શોર્ટ ફિલ્‍મ એન્‍ટ્રીમાંથી ત્રણ વિજેતા એન્‍ટ્રી પસંદ કરવામાં આવી હતી. અમદાવાદના મેમાને રૂ. પ૦,૦૦૦નું બીજું ઇનામ તથા વડોદરાના ડો. નીલકંઠ રાયે રૂ. રપ,૦૦૦નું ત્રીજું ઇનામ જીત્‍યું હતું.

સ્‍માર્ટફોન ઉતારેલી પર પ-૭ મિનિટની શોર્ટ ફિલ્‍મ દ્વારા પોતાની રચનાત્‍મકતા અને વાર્તા કહેવાની કુશળતા રજૂ કરીને આ ચાર સપ્‍તાહ લાંબી કોન્‍ટેસ્‍ટમાં ભાગ લેવા માટે ઉભરતા અને પ્રતિભાશાળી ફિલ્‍મ મેકિંગ ઉત્‍સાહીઓને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. સેન્‍ટ્રલ થીમ ગુજરાત હતી પરંતુ તેમાં Vi ના કેમ્‍પેઇન "Be Someone's We" ની પણ ઝલક જોવા મળી હતી. જેમાં વિવિધ બેકગ્રાઉન્‍ડના લોકોએ સમાવેશ કર્તા અને સાથે રહેવા અંગે તેમના અનોખા પરિપ્રેક્ષ્ય દર્શાવ્‍યા હતા.

(4:18 pm IST)