Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

કાશ્‍મીરમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહયા છે ટુલીપ ગાર્ડન, ગંડોલા અને અને સરસવના ખેતરો

ગંડોલા ગાર્ડનની હવાઇ ટ્રામોનો ૧૦ લાખથી વધુ પર્યટકોએ લાભ લીધો જેના થકી ૧૧૦ કરોડની કમાણી : ટુલીપ ગાર્ડન ખુલ્‍યાના ૧૧ દિવસોમાં જ ૧.પ લાખ પર્યટકો ઉમટી પડયા

જમ્‍મુ, તા., ૩: કાશ્‍મીરીઓ માટે આનંદની વાત છે કે કાશ્‍મીરની ઓળખ બની ચુકેલા ટુલીપ ગાર્ડન, ગંડોલા ગાર્ડન અને સરસવના ખેતરો ધુમ મચાવી રહયા છે. માત્ર ૧૧ દિવસોમાં જ ૧.પ લાખ મુસાફરોએ ટુલીપ ગાર્ડનમાં ખીલતા ફુલોનો નજારો લઇ લીધો છે. જયારે ગુલમર્ગના ગંડોલામાં આર્થીક વર્ષમાં સરકારને ૧૧૦ કરોડની કમાણી થઇ ચુકી છે અને સરસવના ખેતરોમાં પણ મુસાફરોની ભીડ નજરે પડે રહી છે. છેલ્લા ૧૧ દિવસોમાં શ્રીનગરમાં એશીયા બીજા સૌથી મોટા ટુલીપ ગાર્ડનમાં ૧ લાખથી વધુ મુસાફરોની ભીડ ઉમટી પડી હતી. જેમાં દેશી અને વિદેશી મુસાફરો સામેલ હતા. મળી રહેલા આંકડા મુજબ ગયા વર્ષની તુલનામાં આ વખતે મુસાફરોની સંખ્‍યામાં ભારે ઉછાળો આવ્‍યો છે. ગયા વર્ષે માત્ર ૧પ૦૦ વિદેશી મુસાફરો આવ્‍યા હતા. આ વર્ષે ર૩ માર્ચથી અત્‍યાર સુધીમાં ૪૧પ વિદેશી અને પ૧૧ર  સ્‍થાનીક મુસાફરો બગીચાની શેર કરી ચુકયા છે.

બીજી બાજુ ગુલમર્ગના ગંડોલાએ ર૦ર૩-ર૪ ના આર્થીક વર્ષ દરમિયાન ઐતિહાસિક ઉપલબ્‍ધી મેળવી છે. ૧૯૯૮માં  ગાર્ડનની સ્‍થાપના પછી ગાર્ડનમાં ઉપલબ્‍ધ પ્રતિષ્‍ઠીત હવાઇ ટ્રામોમાં ૧૦ લાખથી વધુ પર્યટકોએ મુસાફરી કરી હતી. જેનાથી ૧૧૦ કરોડ જેવી આકર્ષક કમાણી થઇ હતી. આમ ઘાટીમાં પર્યટકોનો સતત વધારો થઇ રહયો છે.

(4:16 pm IST)