Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

૯૯.૯૯ ટકા શેરધારકોએ મંજુરી આપી દીધી

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ૨ ભાગલા પાડયાઃ તેલ-રસાયણ માટે રિલા.02C લી.

મુંબઇ, તા.૩: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે તેલ-રસાયણ બિઝનેસને અલગ એકમ બનાવવા માટે શેરધારકો અને ધિરાણકર્તા પાસેથી મંજૂરી મળી ગઇ છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના નિર્દેશો અનુસાર, કંપનીએ O2C બિઝનેસને અલગ પેટાકંપની એકમ રિલાયન્સ બ્૨ઘ્ લિમિટેડમાં બદલવાના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે શેરધારકો અને તમામ ધિરાણ કરનારાઓની બેઠક બોલાવી.

શેરબજારને આપેલી સૂચનામાં Reliance Indusriesહ્ય્ કહ્યું કે, બેઠકમાં સામેલ ૯૯.૯૯ ટકા શેરધારકોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. શેરધારક બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. બેઠકની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.એન.શ્રીકૃષ્ણાએ કરી. આરઆઈએલએ ફેબ્રુઈરીમાં તેલ રિફાઇનિંગ, ઇંધણ માર્કેટિંગ અને પેટ્રોરસાયણ(O2C) બિઝનેસના મૂળ એકમથી ૨૫ અરબ ડોલરની લોન સાથે સ્વતંત્ર એકમ બનાવવાની જાહેરાત કરી. કંપની સઉદી અરામકો જેવી વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વેચીને આ બિઝનેસના મૂલ્યને સામે લાવવા ઇચ્છે છે.

કંપની દ્વારા પહેલા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ O2C લિમિટેડને અલગ કરીને કંપની તેલ રસાયણ ક્ષેત્રમાં સંપૂર્ણ ભાવ માળખા પર ધ્યાન આપી શકશે અને અલગ સસ્ટેનેબલ કેપિટલ સ્ટ્રકચર અને મેનેજમેન્ટ ટીમની સાથે કાર્યક્ષમતામાં સુધારી શકશે અને રોકાણકારો મૂડી આકર્ષિત કરી શકશે.

ગુજરાતના જામનગરમાં ૨ રિફાઇનરી, અલગ અલગ રાજયોમાં પેટ્રો રસાયણ કેન્દ્રો અને રિટેઇલ ફ્યૂલ બિઝનેસમાં ૫૧ ટકા ભાગીદારી O2C એકમમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. એ જરૂરી મંજૂરીઓ પર નિર્ભર છે જે સપ્ટેમ્બરમાં મળવાની આશા છે. આ પૂર્ણ થયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન વેપાર, નાણાકીય સેવાઓ, જૂથનો ટ્રેઝરી અને કાપડના વ્યવસાય સામેલ હશે અને જૂથની હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે.

(10:16 am IST)