Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મ્યાનમારના સમર્થકોએ ગેરિલા હુમલાની ધમકી આપી: લશ્કરી શાસને ઇન્ટરનેટ બંધ કર્યું

 મ્યાનમારમાં સૈન્ય શાસને મોબાઈલ ઇન્ટરનેટની સાથે બ્રોડબેન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. લોકશાહી સમર્થકોએ ઇન્ટરનેટ બંધ થયા પછી ગેરીલા  હુમલાઓ કરવાની ધમકી આપી છે.  આ સાથે દેખાવકારોની હડતાલ પણ ચાલુ છે.

નેપિતાથી મળતા અહેવાલો મુજબ મ્યાનમારમાં લશ્કરી શાસને આંદોલનની ધાર ઓછી કરવા માટે ઇન્ટરનેટ બંધ કર્યું છે.  લોકશાહી સમર્થકોએ હવે ગેરિલા હુમલો કરવાની ધમકી આપી છે.  તાજેતરના દેખાવોમાં, સુરક્ષા દળોએ ફરીથી ફાયરિંગ કર્યું, જેમાં ચાર લોકો માર્યા ગયા. આંગ સાન સુ કી અને તેના સાથીઓ સામે  ઓફીસીયલ સીક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ છે.

(12:00 am IST)