Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ડૉક્ટરો પર થયેલા પથ્થરમારા પર શાયર રાહત ઈન્દોરી દુઃખી :કહ્યું- આજે માથું શરમથી ઝૂકી ગયું

જો તમે તમારા ડૉક્ટોની મદદ કરશો, તો સમય તમારી મદદ કરશે.

ઇન્દોર :કોરોના વાયરસ વિરુદ્ધ દેશ હાલ એક જંગ લડી રહ્યો છે, જેમાં આપણા ડૉક્ટર સૌથી મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોરોના વાયરસને લઈને જ્યારે ડૉક્ટરોની ટીમ તપાસ માટે પહોંચી તો તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો. હવે આ ઘટના પર જાણીતા શાયર ડૉ. રાહત ઈન્દોરીનું નિવેદન આવ્યું છે. રાહત ઈન્દોરીને કહ્યું કે, આ ઘટના બાદ માથુ શરમથી ઝુકી ગયું છે.

ટ્વીટર પર વીડિયો શેર કરતા રાહત ઈન્દોરીએ આ મામલા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, આપણા શહેરમાં જે ઘટના બની, તેના કારણે દેશના તમામ લોકોની સામે શરમથી માથુ ઝુકી ગયું, શરમશારી થઈ. આ લોકો તમારી તબિયત જોવા આવ્યા હતા, તેમની સાથે જે તમે વ્યવહાર કર્યો, તેને કારણે આખું હિદુસ્તાન દંગ છે.

 

રાહત ઈન્દોરીએ કહ્યું કે, ઈન્દોરની ગણતરી શાનદાર શહેરોમાં થાય છે, પરંતુ આ પ્રકારનું વર્તન એકદમ ખોટું છે. તેમણે કહ્યું કે, જો તમે તમારા ડૉક્ટોની મદદ કરશો, તો સમય તમારી મદદ કરશે.

અત્રે ઉલેલ્ખનીય છે કે  ઈન્દોરના ટાટ પટ્ટી વિસ્તારમાં જ્યારે સ્વાસ્થ્યકર્મીઓની એક ટીમ કેટલાક કોરોના વાયરસના દર્દીઓની તપાસ માટે પહોંચી તો ત્યાં હાજર લોકોએ તેમના પર પથ્થરમારો કરી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને બાદમાં પોલીસે કાર્યવાહી કરી.

(10:19 pm IST)