Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જુમ્માની નમાઝને લઇ કેરળથી લઇ ઉત્તર પ્રદેશ સુધી ઠેર ઠેર ઘમાસાણ: પોલીસ પર ખુલ્લેઆમ પથ્થરમારો

પોલીસ પર નમાઝીઓએ પથ્થર ફેંક્યા : અનેક પોલીસવાળાઓ ઘાયલ

નવી દિલ્હી : કોરોના વાયરસનાં વધતા ખતરાને જોતા દેશભરમાં લૉકડાઉન છે. લોકોથી વધારે ઘરોમાં અને કોઈ એક સ્થાન પર ભેગા ના થવાની અપીલ કરવામાં આવી રહી છે. દેશનાં મંદિર-મસ્જિદોથી લઇને કાબા સુધી બંધ છે. ધર્મગુરુ અપીલ કરી રહ્યા છે કે આવા સંકટનાં સમયે ઘર પર જ નમાઝ અને પૂજા કરો, પરંતુ કેટલાક લોકો પર આની અસર નથી થઈ રહી. શુક્રવારનાં જુમ્માની નમાઝને લઇને યૂપીથી લઇને કર્ણાટક સુધી બબાલ મચી છે. નમાઝીઓએ પોલીસવાળાઓ પર પથ્થર ફેંક્યા જેમાં અનેક પોલીસવાળાઓ ઘાયલ થયા છે.

શુક્રવારનાં કર્ણાટકનાં હુબલીમાં લૉકડાઉન છતા કેટલાક લોકો જુમ્માની નમાP મસ્જિદમાં જ અતા કરવા પહોંચ્યા. હુબલીનાં મંતૂરમાં આવેલી મસ્જિદમાં ભીડ ભેગી થઈ હોવાની સૂચના પર પહોંચેલી પોલીસ પર ત્યાં હાજર નમાઝીઓએ પથ્થર ફેંક્યા. આ પથ્થરબાજીમાં 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. હુબલી-ધારવાડનાં પોલીસ કમિશ્નર આર. દિલીપે કહ્યું કે દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે, પોલીસ કડક પગલા લેશેપહેલા ઉત્તર પ્રદેશનાં કન્નૌજમાં પણ આવી જ ઘટના સામે આવી. લૉકડાઉન છતા જુમ્માની નમાઝ માટે કન્નૌજનાં હાજીગંજ સ્થિત એક ઘરમાં નમાઝીઓની ભીડ ભેગ થઈ હતી. સૂચના મળવા પર પોલીસની ટીમ આ નમાઝીઓને હટાવવા પહોંચી. જો કે નમાઝીઓએ પોલીસ કર્મચારીઓ પર જ હુમલો કરી દીધો. સ્થિતિ બગડતી જોઇને પોલીસ કર્મચારી ત્યાંથી જીવ બચાવીને ભાગી નીકળ્યા.

કન્નૌજનાં એસપી અમરેન્દ્ર સિંહે કહ્યું કે, 'એક ઘરમાં લગભગ 30 લોકોની ભીડ નમાઝ માટે ભેગી થઈ હતી. સૂચના મળવા પર જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પુછપરછ કરવા પહોંચ્યા તો તેમણે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો. ત્યારબાદ આસપાસનાં ઘરો પરથી પથ્થરબાજી થવા લાગી. ઘાયલ કોન્સ્ટેબલને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. કેટલાક લોકોની ધરપકડને લઇને કડક પુછપરછ કરવામાં આવી રહી છે.' આવી જ ઘટનાઓ અલીગઢ અને સહારનપુરમાં પણ જોવા મળી હતી.

(9:56 pm IST)