Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના અસરગ્રસ્ત દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા શક્ય નથી: કેન્દ્ર સરકારનો જવાબ

દિલ્હી હાઇકોર્ટમાં થેયલી અરજી સંદર્ભે કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે લોકડાઉનને કારણે જે પરિસ્થિતિ છે તેમાં કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને કાઢવા શક્ય નથી. આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી એક અરજીના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવી છે. એડવોકેટ ગૌરવ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને કોર્ટને વિનંતી કરી કે બાંગ્લાદેશમાં ફસાયેલા તબીબી વિદ્યાર્થીઓને બહાર કાઢવા વિદેશ મંત્રાલયને આદેશ આપે

દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયે આપેલા સોગંદનામામાં એમ કહેવામાં આવ્યું છે કે હાલમાં બાંગ્લાદેશ અથવા કોઈ દેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અથવા નાગરિકોને લાવવું શક્ય નહીં બને. કારણ કે ભારતમાં લોકડાઉન અમલમાં છે અને આ સમયે તમામ ફ્લાઇટ્સ પણ બંધ છે. બાંગ્લાદેશ સરકારે પણ 26 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવી દીધું છે. ન્યાયાધીશ સંજીવ સચદેવા અને નવીન ચાવલાની ખંડપીઠને કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં ભારતીય દૂતાવાસોને ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ અને સુવિધાની કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે.

(9:47 pm IST)