Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બીઓબી દ્વારા PMJDY ખાતાધારકોને ટેકો આપ્યો

મહિલા ખાતાધારકોને મોટી રાહત

અમદાવાદ,તા. ૩ : ભારતમાં અગ્રણી સરકારી બેંક પૈકીની એક બેંક ઓફ બરોડાએ આજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી દરેક મહિલા ખાતાધારકના ખાતામાં રૂ. ૫૦૦ જમા થશે, જેની જાહેરાત દેશના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને તા.૨૬ માર્ચનાં રોજ કરેલી જાહેરાત મુજબ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત વધારાની અનુગ્રહ ચુકવણી સ્વરૂપે થશે. આ નાણાં વ્યક્તિગત બેંકધારકોના ખાતામાં જમા થશે અને તેઓ નજીકની શાખા કે બિઝનેસ કરસ્પોન્ડન્ટ ટચ પોઇન્ટ પાસેથી ક્યારે રકમ ઉપાડશે, એની તારીખ અંગે જાણકારી આપવા ખાતાધારકને એસએમએસ મોકલવામાં આવશે. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિક્રમાદિત્ય સિંહ ખીંચીએ કહ્યું હતું કે, પીએમજેડીવાયની તમામ મહિલા લાભાર્થીઓ પિરામિડના તળિયે રહે છે, જેઓ એટીએમનો ઉપયોગ કરવા સક્ષમ ન હોય એવું બની શકે છે.

           આ મહિલાઓ માટે બેંકે હાલના પડકારજનક સમય દરમિયાન એના મોટા ભાગનાં બિઝનેસ કરસ્પોન્ડન્ટ સક્રિય રહે એવી સુનિશ્ચિતતા કરી છે. જ્યારે અમે મહિલા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવા કટિબદ્ધ છીએ, ત્યારે તેમની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરી છે તેમજ કોવિડ-૧૯ માટે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરે છે. ઉપરાંત શાખાઓ અને બિઝનેસ કરસ્પોન્ડન્ટને સલાહ આપવામાં આવી છે કે, ગ્રાહકોને સમયસર અને સતત ચુકવણી મળે એ સુનિશ્ચિત કરવા તેમની સાથે પર્યાપ્ત રોકડ હંમેશા હોય છે. લોકડાઉન દરમિયાન વર્તમાન આચારસંહિતાને અનુરૂપ અને શાખાઓ, બિઝનેસ કરસ્પોન્ડન્ટના ટચ પોઇન્ટ કે એટીએમ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના સંબંધમાં તમામ સાવધાનીઓ સુનિશ્ચિત કરવા નાણાં મંત્રાલયે આપેલી સલાહ મુજબ બેંક લાભાર્થીઓ દ્વારા નાણા સતત ઉપાડી શકે એ માટે જુદો જુદો સમય નક્કી કર્યો છે, જેથી ગ્રાહકોને અસુવિધા ન થાય.

(9:34 pm IST)