Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના વાયરસ : લેટેસ્ટ અપડેટ્સ ) ન્યૂઝફર્સ્ટ) તા. 03-04-2020 : સાંજે 8-30 વાગ્યે

1) એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના પ્રથમ વીકમાં પ્રથમ અઠવાડિયામાં કોરોના વાયરસનો રોગચાળો મહત્તમ ફેલાશે તેવી ચેતવણી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે જાહેર કર્યું છે
2) આજે સાંજે છ સુધીમાં દેશના 15 રાજ્યોમાં કોરોના દર્દીઓની સ્થિતિ: તામિલનાડુ 102, દિલ્હી 91, ઉત્તર પ્રદેશ 44, રાજસ્થાન 33, આંધ્રપ્રદેશ 12, કેરાળા 9, હરિયાણા ૮, ગુજરાત ૭, જમ્મુ અને કાશ્મીર 5, આસામ ૪, જ્યારે ગોવા કર્ણાટક લડાખ પંજાબ અને ઓડીશા એક એક કોરોના કેસ નોંધાયો છે.
3) સાંજે 6.30 સુધીમાં દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ધરાવનાર રાજ્યો : મહારાષ્ટ્ર 423 કેસ, તમિલનાડુ 411 કેસ, દિલ્હી 384 કેસ, કેરાળા 295 કેસ અને ઉત્તર પ્રદેશ 172 કેસ.
4) ખળભળાટ : ૧૧ જવાનોને કોરોના પોઝિટિવ : મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવી રહેલા અર્ધ લશ્કરી દળો.. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સના 11 જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે
5) કોરોનાના કેસોમાં જબરો ઉછાળો: રાત્રે આઠ સુધીમાં ૨૪ કલાક દરમિયાન 478 નવા કેસો નોંધાયા
6) 22 માર્ચ દેશના 75 જિલ્લામાં કોરોના પ્રસરી ગયો હતો, જ્યારે 1 એપ્રિલે દેશના 211 જિલ્લામાં કોરોનાનો ફેલાવો થઇ ચૂક્યો છે.
7) એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. કંપનીના સત્તાધીશોએ જણાવ્યું છે કે આગોતરા સાવચેતીરૂપે આ નિર્ણય લેવાયો છે. લોકડાઉન પિરિયડની જોગવાઈ અનુસાર રિવ્યુ કરવામાં આવશે.
8) છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સાત લોકો સાજા થયા છે અને કોરોનાથી નવ લોકોના મૃત્યુ થયા છે.

(9:31 pm IST)