Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના સામે લડવા ભારતને મદદ કરવા વર્લ્ડ બેંક ઇચ્છુક

ભારતને એક અબજ ડોલરની મદદ કરવા જાહેરાત : પાકને કોરોના સામે લડવા ૨૦૦ મિલિયન ડોલર મળશે

મુંબઈ, તા. : વિશ્વ બેંકે કોરોના વાયરસ સામે લડવા માટે એક અબજ ડોલરના ઇમરજન્સી ફંડની મંજુરી આપી છે. કોરોનાના કારણે ભારતમાં હજુ સુધી ૭૬ લોકોના મોત થયા છે અને ૨૫૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વ બેંક દ્વારા પ્રોજેક્ટો માટે પ્રથમ તબક્કામાં સહાયતામાં રકમ . અબજ ડોલરની છે. વિશ્વ બેંક દ્વારા ૨૫ દેશોને સહાયતા આપવામાં આવી રહી છે. કુલ ૪૦થી વધુ દેશોને મદદ આપવામાં આવી રહી છે. દક્ષિણ એશિયામાં વર્લ્ડ બેંકે પાકિસ્તાન માટે ૨૦૦ મિલિયન ડોલર, અફઘાનિસ્તાન માટે ૧૦૦ મિલિયન ડોલર, માલદીવ્સ માટે . મિલિયન ડોલર અને શ્રીલંકા માટે ૧૨૮. મિલિયન ડોલર મંજુર કર્યા છે. વિશ્વ બેંકનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરવા લેવામાં આવી રહેલા પગલાને ટેકો આપવા આગામી ૧૫ મહિનામાં ૧૬૦ અબજ ડોલરના પેકેજ ઉપર કામ ચાલી રહ્યં છે જેમાં આર્થિક રિકવરીને વધારવા અને આરોગ્યની તૈયારીઓને પહોંચી વળવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.

          કોરોનાના કારણે દુનિયાના તમામ દેશો પ્રભાવિત થયા છે. પાકિસ્તાનમાં ૨૦૦ મિલિયન ડોલરની રકમ તૈયારીરુપે આપવામાં આવી રહી છે. આરોગ્ય સેક્ટરમાં ઇમરજન્સી રિસ્પોન્સ માટે રકમ આપવામાં આવી રહી છે. અન્ય વિકાસશીલ દેશોને પણ કોરોનાા સામે લડવા મદદની ખાતરી વિશ્વ બેંક દ્વારા આપવામાં આવી છે. વિશ્વ બેંકનું કહેવું છે કે, કોરોનાના કારણે દુનિયાના દેશો આર્થિકરીતે મુશ્કેલીમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં આર્થિક મોરચા પર મદદ કરવાની રૂ દેખાઈ રહી છે. વર્લ્ડ બેકનું કહેવું છે કે, કેસોની સંખ્યા ૧૦ લાખ ઉપર પહોંચી છે ત્યારે ૧૬૦ અબજ ડોલરના પેકેજ ઉપર કામ ચાલી રહ્યું છે.

(8:04 pm IST)