Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કરન્સી-ફોરેક્સ માર્કેટમાં હવે ઓપેરશનનો સમય ઘટાડાયો

કોરોનાની અભૂતપૂર્વ સ્થિતિ વચ્ચે નિર્ણય : કારોબાર હવે સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે

મુંબઈ, તા. : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે કહ્યું હતું કે, કોરોના વાયરસ સંબંધિત ઘટનાક્રમના પરિણામ સ્વરુપે બોન્ડ અને કરન્સી માર્કેટમાં ઓપરેશનનો સમય સવારે ૧૦ વાગ્યાથી બે વાગ્યા વચ્ચેનો રહેશે. ફોરેક્સ, મની માર્કેટના કારોબારી કલાકોમાં આરબીઆઈ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. દિનપ્રતિદિન સ્થિતિ વણસી રહી છે ત્યારે અંગેનો નિર્ણય આજે આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. ૭મી એપ્રિલથી લઇને ૧૭મી એપ્રિલ દરમિયાન ગાળો રહેશે. સામાન્યરીતે બોન્ડ, કરન્સી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કારોબાર ચાલે છે.

         વેપાર સાથે સંબંધિત ઘટનાક્રમ ઉપર આધારિત કારોબાર રહે છે. દાખલા તરીકે સરકારી સિક્યુરિટીમાં રેપો સવારે નવ વાગ્યાથી .૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે જ્યારે કોર્પોરેટ બોન્ડમાં રેપોનો ઉપયોગ સાંજે વાગ્યા સુધી કરવામાં આવે છે. હવે દરેક બાબત અને કારોબાર બપોરે બે વાગે બંધ થશે. તેની વેબસાઈટ ઉપર આરબીઆઈ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, કોરોના પરિણામ સ્વરુપે અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. રૂરી લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. આજ કારણસર ઘરેથી વ્યવસ્થા કામ કરવાની કરવામાં આવી રહી છે.

       જેના કારણે હાલમાં કલાકો ઘટાડવામાં આવ્યા છે. માર્કેટ સાથે જોડાયેલા લોકોએ આરબીઆઈના પગલાનું સ્વાગત કર્યું છે. મોટાભાગનું કામ ઘરેથી થનાર છે. સિનિયર લોકોને ક્રેડિટ લોન ઉપર આવવાની રૂ રહેશે. કોરોના વાયરસના કેસો દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં વધી રહ્યા છે. ઓપીસી ટાઈમિંગમાં ઘટાડો કરવામાં આવતા કેટલાક લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી છે. બીજી બાજુ આરબીઆઈ દ્વારા ખાતરી અપાઈ છે કે, આરટીજીએસ, એનઇએફટી, -કુબેર અને અન્ય રિટેલ પેમેન્ટની પ્રક્રિયા ગ્રાહકો માટે બેંકમાં નિયમિતરીતે જારી રહેશે.

(8:03 pm IST)