Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અશ્લિલ હરકત કરનાર વિરૂદ્ધ શુટ એન્ડ સાઇટ ઓર્ડર જરૂરી

બિહારના જેડીયુના નેતા અજય આલોકનું કઠોર નિવેદન જારી : મેડિકલ ટીમ પર હુમલો કરનારા લોકોના સમગ્ર વિસ્તારને સીલ કરવાની સૂચના : સેના મુકી દેવાની જરૂર : જેડીયુના નેતા અજય આલોક

નવી દિલ્હી, તા. : એક બાજુ સમગ્ર દેશની સાથે બિહાર સરકાર પણ કોરોનાને પરાજિત કરવા માટે દિનરાત એક કરી ચુકી ચે ત્યારે આજ સમાજના એક સંપ્રદાયની હરકતોના લીધે તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તબલીગી મરકઝમાં સામેલ લોકોની ગાઝિયાબાદની હોસ્પિટલમાં કરવામાં આવેલી હરકતને ધ્યાનમાં લઇને જેડીયુના નેતા અજય આલોકે આજે મોટુ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવા લોકોની સામે શુટ એન્ડ સાઇટના આદેશ આપવા જોઇએ. સાથે સાથે મુસ્લિમ વિસ્તારોમાં જ્યાં કોરોનાની તપાસ માટે તબીબો, મેડિકલ ટીમ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે સમગ્ર વિસ્તારોને આગામી થોડાક દિવસ માટે સીલ કરી દેવા જોઇએ. સીલ કરવાની સ્થિતિમાં વિસ્તારના લોકો બહાર નિકળી શકશે અને તેમના કોઇ ઇરાદા પણ બહાર પડશે નહીં.

        જેડીયુના નેતા અજય આલોકે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હાલમાં દેશમાં જેટલા પણ કોરોનાના દર્દીઓ છે. તે પૈકી ૯૦૦થી પણ વધારેની સંખ્યા એવા મુસ્લિમોની છે જે વિદેશથી આવ્યા છે અથવા તો મરકઝમાં સામેલ થઇને આવ્યા છે. શક્ય હોય તો આવા મુસ્લિમ વિસ્તારોમાં સેનાને ઉતારી દેવી જોઇએ. તબલીગી જમાતના લોકોએ અશ્લિલતાની તમામ હદો પાર કરી દીધી છે. કોરોના દર્દીઓએ શરમજનક ઘટનાઓને અંજામ આપ્યા છે. તબીબો, મેડિકલ ટુકડીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. કોરોનાથી ૬૦થી વધુ લોકોના મોત થયા છે ત્યારે ૨૦થી વધુ લોકો તબલીગી સાથેના છે. શુક્રવારના દિવસે આજે તમિળનાડુમાં કોરોનાના વધુ ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા આમાથી ૧૦૦ એવા લોકો છે જે નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપીને પહોંચ્યા હતા.

       આની સાથે તમિળનાડુમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૧૧ સુધી પહોંચી ગઈ છે જે પૈકી ૩૬૪ લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. તમિળનાડુના આરોગ્ય સચિવ બીલા રાજેશે કહ્યું છે કે, નિઝામુદ્દીન મરકઝમાં સામેલ જલસામાં રહેલા પ્રદેશના ૧૨૦૦ લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. તમામ લોકોને ક્વોરનટાઈન કરી દેવામાં આવ્યા છે. તમિળનાડુમાં જે રીતે કેસોની સંખ્યા વધી છે તે જોતા ચિંતા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતમાં દિલ્હીમાં નિઝામુદ્દીનમાં કાર્યકર્મુનું આયોજન કરાયું હતું. તબલીગી જમાત દુનિયાની સૌથી મોટી ઇસ્લામિક મિશનરી છે જે ભારતમાંથી નિકળેલી છે. આનું કામ ઇસ્લામ ધર્મને ફેલાવવાનું છે પરંતુ હાલમાં કોરોનાના ફેલાવા માટે તેની ચર્ચા છે.

(7:59 pm IST)