Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

આઇસોલેશનમાં રહેલા તબલીગી લોકો સામે કાર્યવાહી કરવા તૈયારી

નર્સોની સામે અશ્લિલ હરકતો તબલીગી લોકોએ કરતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નારાજ : નર્સોની સામે કપડા ઉતારવા, અશ્લિલ હરકતો કરવા, બીડી સિગારેટ માંગવા જેવા તબલીગીના કૃત્ય બાદથી દેશમાં નારાજગી : બોધપાઠ ભણાવવા માંગ

નવીદિલ્હી, તા. : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદની હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવેલા તબલીગી જમાતના લોકો દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનને લઇને જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. ગાઝિયાબાદની હોસ્પિટલમાં નર્સોની સાથે જમાતના લોકોએ ખરાબ વર્તન કર્યું હતું. આજે મુખ્યમંત્રીએ તમામ મામલાઓની નોંધ લઇને કઠોર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતં કે, પ્રકારનું વર્તન કરનાર લોકોને કાનૂનનું પાલન કરવાનું શિખવવામાં આવશે. હાલમાં નર્સોની સામે કપડા ઉતારી દેવા, અશ્લિલ હરકત કરવા અને બીડી સિગારેટ માંગવા જેવી ફરિયાદો સપાટી ઉપર આવી છે. યોગી આદિત્યનાથે પ્રકારના લોકો સાથે કઠોર કાર્યવાહી કરવાના આદેશ કરી દીધા છે.

        મુખ્યમંત્રીએ ગાઝિયાબાદની ઘટના ઉપર ગંભીર નોંધ લેતા કહ્યું છે કે, કાયદામાં જે પણ કઠોરથી કઠોર કાર્યવાહી રહેલી છે તે કરવામાં આવે તે રૂરી છે. ગાઝિયાબાદમાં જે લોકોએ પણ પ્રકારની હરકત કરી છે. તેમને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે. આવા લોકોને કાનૂનનું પાલન કઈ રીતે થાય છે તે દર્શાવવામાં આવે તે રૂરી છે. ગાઝિયાબાદના એમએમજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તબલીગી જમાતના લોકોએ હોસ્પિટલના સ્ટાફ સાથે ખુબ ખરાબ વર્તન કર્યું હતું. લોકો નર્સોની સામે કપડા બદલી રહ્યા હતા. અશ્લિલ હરકતો પણ કરી રહ્યા હતા. બીડી સિગારેટ માંગવા સુધીની હરકત કરી રહ્યા હતા. યોગીએ કહ્યું હતું કે, અમે જે રીતે વિતેલા વર્ષોમાં અન્ય રોગ સામે લડાઈ જીતી ચુક્યા છે તેવી રીતે કોરોના સામે પણ જંગ જીતવામાં આવશે. ભાવિ રણનીતિ પણ તૈયાર રાખવી પડશે. ભાવિ કોઇપણ આફતને પહોંચી વળવા તૈયારીઓ પણ રાખવી પડશે. લેબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખુબ મજબૂત કરવાની રૂ દેખાઈ રહી છે.

        ગાઝિયાબાદમાં નર્સોની સાથે અશ્લિલ હરકત કરવામાં આવ્યા બાદ મોટો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરુપે તબલીગી જમાતના લોકોની સારવારમાં તથા સુરક્ષામાં માત્ર પુરુષ કર્મચારીઓ રહેશે. મહિલા આરોગ્ય કર્મી અને મહિલા પોલીસ કર્મીને તેમની સાથે રાખવામાં આવશે નહીં. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં મેડિકલ ટીમ સાથે જે પ્રકારનું વર્તન થયું છે તે પ્રકારનું વર્તન થશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ઇન્દોરના ટાટાપટ્ટીબાખલ વિસ્તારમાં કોરોનાના શકમંદ દર્દીઓની ચકાસણી માટે પહોંચેલી મેડિકલ ટીમ ઉપર પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેમની સાથે મારમારી પણ કરવામાં આવી હતી. વિડિયોના આધાર પર સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્યોની શોધખોળ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ૨૩ કરોડ લોકોને દરેક પ્રકારની આફત સામે લડવા અને તેમની સુરક્ષા માટે પોતાને તૈયાર કરવાની બાબત મહત્વપૂર્ણ છે. ઉત્તરપ્રદેશમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે.

(7:56 pm IST)