Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમેરિકામાં" સેવા ઇન્ટરનેશનલ " ની પ્રશંસનીય કામગીરી : 20 હજાર માસ્ક્સ બનાવ્યા : દેશમાં કોરોના વાઇરસ સામે લડત આપી રહેલા મેડિકલ સ્ટાફને વિતરણ કર્યા

ટેક્સાસ : અમેરિકાના હ્યુસ્ટનમાં સેવા ઇન્ટરનેશનલ દ્વારા કોરોના વાઇરસ સામે લડત આપવા માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ છે.જે મુજબ દેશમાં કોરોના વાઇરસ સામે લડત આપી રહેલા મેડિકલ સ્ટાફ માટે 20 હજાર માસ્ક્સ તૈયાર કરાવી વિતરણ કરાયા છે.જે હ્યુસ્ટન ,એટલાન્ટા  ,કેલિફોર્નિયા ,ન્યુજર્સી ,સહિતના વિસ્તારોમાં વિતરણ કરાયા હતા.
આ માટે સેવા ઇન્ટરનેશનલ યુ.એસ.એ.ના બોર્ડ ચેરમેન શ્રી રમેશ ભૂટાડાએ25 ડોલર આપ્યા હતા તથા કોમ્યુનિટી અગ્રણીઓ ઉપરાંત ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા પણ  50 હજાર ડોલરનું ફંડ ભેગું કરવા મદદ કરાઈ હતી.

(5:54 pm IST)