Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બાબા રામદેવે હસ્તગત કરેલ રૂચીસોયાની સ્ક્રીપ્ટે ૫૩૦૦% જમ્પ માર્યો

રામદેવજી મહારાજે તાજેતરમાં એકવાયર કરેલ 'રૂચીસોયા' કંપનીના શેર માર્કેટની વિકટ સ્થિતિ છતા આશ્ચર્યજનક રીતે કોઈપણ દેખીતા કારણો વિના ૫૩૦૦% વધી ગયેલ છે તેની ભારે ચર્ચા છે : આ સ્મોલકેપ સ્ક્રીપ્ટ અંગે કોલકતા સ્થિત એક રોકાણકાર સેબીને ફરીયાદ પણ કરવાના છે. આ સ્ક્રીપ્ટમાં  ઈન્સાઈડર અને ઓપરેટરના હિતો અંગે. ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ છેલ્લા બાવન અઠવાડીયાના પર્ફોર્મન્સ જોઈએ તો શેરબજારમાં સેન્સેકસ ૨૯ ટકા ડાઉન ગયુ, નિફટી ૩૦.૫૮ ટકા ડાઉન રહ્યુ જયારે રૂચી સોયા ૫૩૦૦ ટકા 'એપ' રહ્યુ છે. ૫૨ અઠવાડીયામાં તેનો સૌથી નીચો ભાવ ૨૪ જુલાઈ ૨૦૧૯ના રોજ રૂ.૩.૨૮ હતો. ૫૨ અઠવાડીયાનો સર્વોચ્ચ ભાવ આજે ૩ એપ્રિલ ૨૦૨૦ના રૂ.૧૮૯.૬૫ પૈસા છે. આ સ્મોલકેપ રૂચી સોયા એકમાત્ર એવો શેર છે જે છેલ્લા ઘણા મહિનાથી રોજ અપર સર્કીટ 'હીટ' કરે છે

(4:10 pm IST)