Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

યુપીના અલીગઢ- મુઝઝફરનગરમાં પોલીસ ઉપર જીવલેણ હુમલોઃ એક પીએસઆઈ- બે કોન્સ્ટેબલ ઘાયલઃ ૩ની ધરપકડ

લોકડાઉન દરમિયાન ભીડ એકત્ર થતા સમજાવવા જતા

લખનૌઃ દેશભરમાં પોલીસ લોકોને કોરોનાથી બચાવવા દિવસ- રાત એક કરી રહી છે, પણ કેટલીક જગ્યાઓએ લોકો કાયદો તોડી રહ્યા છે, લોકડાઉનનું પાલન પણ નથી કરતા એટલાથી ન અટકતા ભીડે પોલીસ ઉપર હુમલો પણ કરી રહ્યા છે. યુપીના અલીગઢ અને મુઝઝફરનગરમાં પોલીસ ઉપર હુમલો કર્યો છે. હુમલા દરમિયાન પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયેલ.

અલીગઢમાં ગઈકાલે એક મસ્જીદમાં સામુહિક નમાઝની જાણ થતા પોલીસ પહોંચી હતી અને લોકોને સમજાવતા હતા પણ ત્યાં હાજર લોકોએ મારપીટના સાથે પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસકર્મીઓએ જીવ બચાવવા ભાગવુ પડેલ. ઘટનાની ખબર પડતા પોલીસ સ્ટેશનોમાંથી પોલીસના ઘાડે ઘાડા ત્યાં ઉતારી  દેવાયેલ અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલ.

પોલીસ અધિકારી પંકજ શ્રીવાસ્તવે તે વિસ્તારમાં માર્ચ કાઢી લોકોને સમજાવેલ અને ચેતવણી આપેલ કે કોઈપણ મારપીટ કરશે તો તેના ઉપર કડક પગલા લેવાશે. જયારે મુઝઝફરનગરમાં લોકડાઉન દરમિયાન એકત્ર થયેલ ભીડને સમજાવવા પોલીસ પહોંચી હતી. પણ ભીડે લાકડીઓથી હુમલો કરતા એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. ત્યાર બાદ ભીડે પથ્થરમારો પણ કરેલ. પૂર્વ પ્રધાન નાહરસિંહના ઘર બહાર એકત્ર લોકોએ પોલીસ ઉપર જીવલેણ હુમલા કર્યો હતો.

(3:38 pm IST)