Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગાય - ભેંસના રક્ષણ માટે માસ્ક પહેરાવ્યા

ભોપાલ : મધ્યપ્રદેશના સિહોરમાં એક અનોખી વાત સામે આવી છે. અહીં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને પશુઓમાં ન ફેલાય તે માટે ગ્રામીણોએ ગાય અને ભેંસને માસ્ક પહેરાવ્યા છે.

સિહોરના ચંદેરી ગામમાં કોરોના સંક્રમણથી બચવા માટે ગાય ભેંસને પણ માસ્ક પહેરાવાયા છે. તેનાથી પશુઓથી કોરોના વાયરસ ગામમાં ફેલાય નહીં. સાથોસાથ પશુઓને પણ કોરોના સંક્રમણથી બચાવવા માટે આ ઉપાય અપનાવાયો છે. આ સમયે ઘઉંનો પાક લેવાઈ રહ્યો છે. બળદને ખેતરમાં લઈ જવાય છે ત્યારે માસ્ક લગાવાય છે જેથી ખેતરથી ગામમાં આવે તો કોઈ સંક્રમણ ફેલાય નહીં.

કોરોના બીમારી ફેલાઈ રહી છે અને પશુઓ જમીન પરની ગંદી ચીજો સૂંઘે છે.બીમારી ઘરમામં ન ફેલાય અને પશુઓ પણ તેનાથી બચે તે માટે તેમને માસ્ક પહેરાવાયા છે. ખેતરમાં લઈ જતા અને પાછા આવતા પણ તેમને માસ્ક પહેરાવવામાં આવે છે જેથી તેમને બીમારી ન લાગે.

ઉલ્લેખનીય છે કે પશુઓના માસ્કની સાઈઝ મોટી હોય છે. આ માટે તેમને માટે સ્પેશ્યલ માસ્ક ગામમાં જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

(3:37 pm IST)