Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

શેરબજારમાં ૬૭૪ પોઇન્ટ સુધીનો ઉલ્લેખનીય ઘટાડો

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે કડાકો : દિવસ દરમિયાન ઉથલપાથલ રહ્યા બાદ અંતે તીવ્ર ઘટાડો થતાં કારોબારી ભારે નિરાશ : મોટાભાગના શેરોમાં ઘટાડો

મુંબઈ, તા. : શેરબજારમાં આજે પણ મંદીનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તર પર કોરોનાના કેસોની સંખ્યા ૧૦ લાખથી ઉપર પહોંચી ચુકી છે જ્યારે મોતનો આંકડો ૫૨ હજારથી ઉપર પહોંચી ચુક્યો છે. આવી સ્થિતિમાં શેરબજારમાં ચિંતા અકબંધ રહી છે. ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે જેથી અર્થતંત્ર પણ અટવાઈ પડ્યું છે. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૬૭૪ પોઇન્ટ ઘટીને ૨૭૫૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. ફાઈનાન્સિયલ શેરમાં ભારે વેચવાલી રહી હતી.

        આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં . ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે એચડીએફસના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. એક્સિસ બેંકના શેરમાં નવ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. અન્ય જે શેરમાં ઘટાડો રહ્યો હતો તેમાં ટીસીએસ અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે. તમામ શેરમાં . ટકાથી ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલની વાત કરવામાં આવે તો ફાર્માના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૩૬૨ રહી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં . ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૬૫૩૮ રહી હતી. સાપ્તાહિક આધાર પર બીએસઈ સેંસેક્સમાં .૪૬ ટકાનો ઘટાડો અને નિફ્ટીમાં .૬૫ ટકાનો ઘટાડો રહ્યો હતો.

        શેરબજારમાં હાલ ઉથલપાથલ રહી શકે છે. આના માટે કોરોના વાયરસના થઇ રહેલા ફેલાવાને મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. યુરોપિયન શેરબજારમાં પણ આજે કડાકો બોલી ગયો હતો. અમેરિકા અને અન્ય દેશોમાં કોરોનાના હાહાકાર વચ્ચે ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાથી અસરગ્રસ્તોની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચી છે ત્યારે અર્થતંત્રને પણ ભારે ધક્કો પડી શકે છે. ૨૦૨૦માં અમેરિકી અર્થતંત્ર . ટકા ઘટશે જે ૧૯૪૬ બાદ સૌથી મોટો ઘટાડો રહેશે. ગઇકાલે બીજી એપ્રિલના દિવસે શેરબજારમાં રામનવમીની રજા હતી તેના એક દિવસ પહેલા શેરબજારમાં જોરદાર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. કોરોના વાયરસ પેન્ડેમિકના પરિણામ સ્વરુપે તેને કાબૂમાં લેવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી અર્થતંત્રને ભારે નુકસાન થશે તેવી ચિંતા વચ્ચે શેરબજારમાં પહેલી એપ્રિલના દિવસે અંધાધૂંધી રહી હતી. આઈટી, બેંક અને એફએમસીજીના શેરમાં વેચવાલી જોવા મળી હતી. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૦૩ પોઇન્ટ ઘટીને ૨૮૨૬૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૪૪ પોઇન્ટ ઘટીને ૮૨૫૪ની સપાટીએ રહ્યો હતો

          વિશ્વના બજારોમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ઇક્વિટી અને કોમોડિટી માટે બીજા ત્રિમાસિક ગાળાની નિરાશાજનક રૂઆત થઇ છે. બુધવારના દિવસે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભારે અંધાધૂંધી વચ્ચે મોટી સંખ્યામાં કારોબારીઓએ જંગી નાણાં ગુમાવી દીધા હતા. લાખો કરોડ રૂપિયા વેચવાલી વચ્ચે કારોબારીઓએ ગુમાવી દીધા હતા. મોડે સુધી આંકડો જાણી શકાયો હતો પરંતુ કોરોના વાયરસના ફેલાવાને રોકવા લોકડાઉન વચ્ચે આર્થિક નુકસાન થવાના અહેવાલ વચ્ચે શેરબજારમાં વેચવાલી રહી છે. શેરબજારમાં અંધાધૂંધીનો દોર રહ્યો છે. આના માટે જુદા જુદા કારણોને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ સૌથી મોટા કારણ તરીકે કોરોના વાયરસનો આતંક છે.

(8:02 pm IST)