Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગરમ મોસમના કારણે ભારતીયોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂતઃ WHO

ભારતે પોલિયો અને ચિકનપોકસને દેશમાંથી ખતમ કર્યા છે

નવી દિલ્હી તા. ૩ :.. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસ સંદર્ભે ભારતની કોશિશોનાં વખાણ કર્યા છે. ડબલ્યુએચઓ નાં વિશેષ પ્રતિનિધિ ડો. ડેવિડ નવારોએ દેશમાં જારી લોકડાઉનનું સમર્થન કર્યુ છે. તેમણે કહયું કે યુરોપ અને અમેરિકા જેવા વિકસીત દેશોએ કોરોનાને ગંભીરતાથી ન લીધા, પરંતુ ભારતમાં તેમાં ઝડપથી કામ થયું. ભારતમાં ગરમ મોસમ અને મેલેરિયાના કારણે રોગપ્રતિકારક ક્ષમતા મજબુત છે. અમને આશા છે કે તેમનું શરીર કોરોનાને હરાવી દેશે.

ડો. નવારોએ કોરોના સામે લડવા માટે  મોદી સરકારે ઉઠાવેલા સખ્ત પગલાનાં વખાણ કર્યાં. લોકડાઉનને લઇને લોકોને પડતી પરેશાનીઓ અંગે તેમણે કહયું કે જેટલી તકલીફ વધુ હશે તેટલો આ સમસ્યામાંથી જલદી છૂટકારો મળશે. તેમણે એમ પણ કહયું કે ભારત પાસે કોઇપણ સમસ્યાનો મુકબલો કરવાની અભદ્રત ક્ષમતા છે. ભારતે લોકોને સંક્રમણ અને તેનાથી બચવાનો ઉપાયો જણાવ્યા. આ ખામોશીથી હૂમલો કરનારો દુશ્મન છે અને ભારતે તાત્કાલીક પગલા લીધા તેની ડો. નવારોએ ખુશી વ્યકત કરી.

ડો. નવારોએ એમ પણ કહયું કે તમે જૂઓ અમેરિકામાં શું થઇ રહયું છે. જો આ સ્થિતિ ભારતમાં બનત તો શું થાત. કદાચ તબાહી મચી જાત. બીજા દેશોએ આના પર ઝડપથી કામ ન કર્યુ, પરંતુ ભારતે માન્યું કે આ ગંભીર સમસ્યા છે. ઇટાલી અને અમેરિકામાં કોવિડ-૧૯ ની ગંભીર અસર થઇ, કેમ કે ત્યાં સમુદાયમાં વાઇરસ ફરતો  રહ્યો. આ દેશોએ લક્ષણ મળ્યા છતાં કોઇને આઇસોલેટ ન કર્યા. ઝડપથી એકશન ન લીધા એટલે સમસ્યાઓ વધી ગઇ.

ડબલ્યુએસઓએ ઘણી વખત કોરોનાને લઇને ભારતના  વખાણ કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એમ પણ કહયું કે આ દેશે પોલિયો અને ચિકનપોકસને ખતમ કર્યુ છે. ભારતના લોકો જાણે છે કે આ સમસ્યાઓ સામે કેવી રીતે લડવું.

(3:28 pm IST)