Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

એલઆઇસી દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં ૧૦પ કરોડનો ફાળો અપાયો

રાજકોટ, તા., ૩ :  એલઆઇસી ઓફ ઇન્ડિયાએ નોવેલ કોરોના વાઇરસના કારણે કોવિંદ ૧૯ સામે લડવાના ભારત સરકારના પ્રયત્નોને સહાય આપવા પીએમ કેર્સ ફંડમાં રૂ. ૧૦પ કરોડનો ફાળો આપેલ છે. વિશ્વમાં છેલ્લી એક સદીમાં આ સૌથી મોટો રોગચાળો જોવા મળ્યો છે. રૂ. ૧૦પ કરોડમાંથી રૂ. પાંચ કરોડનો ફાળો એલઆઇસીના ગોલ્ડન જયુબીલી ફંડમાંથી આપવામાં આવેલ છે.

એલઆઇસીના ચેરમેન એમ આર.કુમારે જણાવેલ કે વૈશ્વીક રોગચાળો કે જેની તીવ્રતા ખુબ જ છે તેના કારણે ભારતને એક વિશાળ પડકારનો સામનો કરવો પડી રહયો છે. એલઆઇસી ભારત અને તેના લોકોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે અમે અમારૂ સુત્ર યોગક્ષેમ વહામ્યહમ અર્થાત આપનું કલ્યાણ એ મારી જવાબદારીનું પાલન કરી રહયા છીએ. અમે ભારત સરકારના પ્રયત્નો સાથે એકતા તેમજ લોકોની સલામતી અને સુરક્ષા અને અસરગ્રસ્તોને રાહત સુનિશ્ચિત કરવા માટેના પગલાની ખાત્રી આપીએ છીએ.

એલઆઇસી ઓફ ઇન્ડીયા એક જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની છે જેની સ્થાપના વર્ષ ૧૯પ૬માં  ર૪પ ખાનગી વિમા કંપનીઓને રાષ્ટ્રીકૃત  કરીને રાહીતમાં કરવામાં આવી હતી. મુંબઇ ખાતે કચેરી સાથે એલઆઇસી ભારતભરમાના ૪૦૦૦ થી વધુ કચેરીરઓના નેટવર્ક દ્વારા કાર્યરત છે.

(3:26 pm IST)