Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને ફેફસાંમાં ઓકિસજન પહોંચાડશે, નવી ટેકનોલોજીનો ઉપયોગ

વેન્ટીલેટરની ભારે અછત : ન્યુયોર્કમાં ૧ વેન્ટીલેટર ઉપર ૪ દર્દીને સારવાર

નવી દિલ્હી : કોરોના  વાઈરસના કારણે વિશ્વભરમાં વેન્ટિલેટરની તંગી ઉભી થઇ છે. ત્યારે આવામાં મર્સિડીઝ ફોરમ્યુલા વનના ઇજનેરોની ટીમ નવા પ્રકારના બ્રિધિંગ મશીન પર કામ કરી રહ્યા છે. નાના મોટા દેશો વેન્ટિલેટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં એક વેન્ટિલેટર પર ચાર લોકોને રાખવામાં આવી રહ્યા છે. ઈટાલી અને બ્રિટેનના ડોકટરો ગંભીર દર્દીઓ અને વૃદ્ઘોને વેન્ટિલેટરથી હટાવી રહ્યાં છે. જેથી યુવાનોને બચાવી શકાય. ત્યારે આ દરમિયાન દુનિયાની વિખ્યાત કાર કંપની મર્સિડીઝની ફોર્મ્યુલા-૧દ્ગક્ન એન્જિનિયરોની ટીમે લંડન યુનિવર્સિટીની સાથે મળીને ૪ દિવસમાં બ્રીધિંગ મશીન બનાવ્યું છે. તેની મદદથી કોરોનાવાઈરસના દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટટ (ICU)માં દાખલ કરવાની જરૂર નહીં પડે.

આ ડિવાઇસનું નામ કન્ટિન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર (ઘ્ભ્ખ્ભ્) આપવામાં આવ્યું છે. ઉત્ત્।ર લંડનની હોસ્પિટલમાં કિલનિકલ ટ્રાયલ માટે આવા ૧૦૦ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના અંદાજે, આ સપ્તાહના અંત સુધી લંડન યુનિવર્સિટીની હોસ્પિટલમાં આ ડિવાઈસનું કિલનિકલ ટ્રાયલ પૂરુ થઈ જશે. મર્સિડીઝની ટીમના કહેવા પ્રમાણે, આવા ૩૦૦ ડિવાઈસ એક દિવસમાં બનાવી શકે છે. જો ફોર્મ્યુલા-૧દ્ગક ટીમ અન્ય ટીમો સાથે મળીને એક દિવસમાં ૧૦૦૦ ડિવાઈસ બનાવી શકાશે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકસ એન્ડ એન્જિીનયરિંગ ઇન મેડિસિનના સ્ટીફેન ઓકોનેરેના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઈસની મદદથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. તેના ઉપયોગથી દર્દીઓ બેભાન કરવાની જરૂર નથી પડતી અને તેઓ હોસ્પિટલમાંથી જલ્દી સાજા થઈને ઘરે જઈ શકે છે.

આ ડિવાઇસ દર્દીઓમાં માસ્ક દ્વારા તેમના ફેફસાં સુધી ઓકિસજન પહોંચાડવાનું કામ કરશે. આ એવા દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે કે જે ખૂબ જ નબળાં છે અને તેમને ઈન્ટેસિવ વેન્ટીલેશન આપી શકતા નથી. ઈન્ટેસિવ વેન્ટિલેશનમાં દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને તેમના ફેફસાંમાં ઓકિસજન પહોંચાડવામાં આવે છે. જેથી દર્દી શ્વાસ લઈ શકે. તેના ઉપયોગથી દર્દીઓને બેભાન કરવાની જરૂર નથી પડતી. આ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ ઈટાલીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જયાં વેન્ટિલેટરની અછત છે.

(3:24 pm IST)