Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના-લોકડાઉનથી મંદીઃ ઇકવીટીમાં લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ સમયઃ અગાઉનું રોકાણ હોય તો જાળવો

ટુંકાથી મધ્યમગાળામાં બજારમાં મંદી જોવા મળી શકે છે ICICI પ્રુડે.CEO નિમેશ શાહ

મુંબઇ, તા.૩: કોરોના વાઇરસની સર્જાયેલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ સામે શેરબજારે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. હાલ ગભરાટનો માહોલ છે અને તેને કારણે શેરોનું વેલ્યૂએશન આકર્ષક સ્તરે આવ્યું છે. ગભરાટના વાતાવરણમાં લાંબા ગાળાના રોકાણની તક સર્જાય છે.

આવી તક અવારનવાર આવતી નથી. છેલ્લે આવી તક ૨૦૦૮માં અને તે પહેલાં ૨૦૦૧માં આવી હતી. જે રોકાણકારો ત્રણથી પાંચ વર્ષના ગાળા માટે રોકાણ કરવા માગે છે તેઓને આગામી વર્ષોમાં ધારણા કરતાં વધુ સારું વળતર મળશે. એ યાદ રાખવાનું રહેશે કે જયારે પણ બજાર ખરાબ તબક્કામાંથી પસાર થતું હોય છે ત્યારે તે એકદમ નકારાત્મક સેન્ટીમેન્ટમાં રહેતું હોવાથી કોઈ પણ જાતની ભવિષ્યવાણી કરવી અદ્યરી હોય છે કે આગળ શું થશે. હાલ સ્થિતિ એવી છે કે ડેટ્ માર્કેટમાં પણ રોકાણની તક ઊભી થઈ છે. તેનો મુખ્ય હેતૂ હાલ યોગ્ય ક્રેડિટ સાધનોની ઉપલબ્ધી છે. આમ અમારી પાસે એક દાયકા પછી ઇકિવટી અને ડેટ્ બન્નેમાં રોકાણનો મોટો અવસર જોવા મળે છે.

ઇકિવટી વેલ્યૂએશન ઇન્ડેકસ અનુસાર શેરબજાર ઓવરસોલ્ડ સ્થિતિમાં છે અને તે ઇકિવટીમાં રોકાણ કરવાનો સમય આવી ગયો હોવાના સંકેત આપે છે. અમારું માનવું છે કે કોરોના વાઇરસ અંગે સારા સમાચાર મળતા જ બજારમાં સુધારો આવવાનું શરૂ થશે. અત્યારે ૨૧ દિવસના લોકડાઉન પછી સ્થિતિ શું હશે તેની કોઇને ખબર નથી. અત્યારે માગ અને ઉત્પાદન બન્નેને નકારાત્મક અસર થઈ હોવાથી નજીકના ભવિષ્યમાં મંદીની શકયતા ઊભી છે. કોર્પોરેટ ઇન્ડિયાની કામગીરી પર આની અવળી અસર જોવાશે અને ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા આવી શકે છે. આથી ટૂંકાથી મધ્યમ ગાળામાં બજારમાં મંદી જોવા મળી શકે.

૨૦૦૮-૦૯દ્ગક મંદીમાંથી એ શીખવા મળ્યું હતું કે, આવકમાં ઘટાડો થવાની ચિંતા રાખવા જેવી નથી હોતી કેમકે બજાર હમેંશા ફ્યુચર પર ચાલતું હોય છે. નીચા મથાળેથી ઇન્ડે્કસ સુધર્યા છે એટલે કામગીરી બહુ મહત્ત્વ ધરાવતી નથી. કોરોના વાઇરસ પહેલાં ભારતીય શેરબજાર ટોચ પર હતા ત્યારે જ અમે રોકાણકારોને ડાયનામિક એસેટ એલોકેશન યોજના તેમજ ડેટ્ સાધનોમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. અમે જોયું છે કે ૨૦૦૮ની ઘટના પછી રોકાણકારો વધુ પરિપકવ થયા છે. તેઓ દ્યટાડે ખરીદીની તક શોધી રહ્યા છે. હાલ બજાર ૨૦૦૮ના મૂંલ્યાકન કરતાં પણ નીચે આવ્યું છે. જયારે પણ ઇકિવટીમાં અસ્થિરતા હોય ત્યારે રોકાણ કરવું સૌથી સલાહભર્યુ હોય છે. વર્તમાન અનિશ્યિતતા વચ્ચે પણ જો અગાઉ જે રોકાણકારોએ રોકાણ કર્યું છે તે જાળવી રાખશે તો આવનારા વર્ષોમાં તેમને અણધાર્યું વળતર જોવા મળશે.

બજારમાં ભારે ઉથલપાથલ થાય ત્યારે જોવાયું છે કે જયારે આવા તબક્કામાં રોકાણ જાળવી રાખ્યું હોય તેવા રોકાણકારોને બજાર શાંત થઇને તેજી તરફી થાય ત્યારે મોટો લાભ મળે છે. અમારું માનવું છે કે વર્તમાન ડેટ્ માર્કેટમાં ટૂંકાથી મધ્યમ ગાળા માટે વ્યાજબી વેલ્યૂએશન છે. રોકાણકારોએ સુરક્ષીત અભિગમ માટે ડે્ટ સાધનોમાં રોકાણ કરવું જોઇએ. જયારે ઊંચુ જોખમ લેવા ઇચ્છતા રોકાણકારો એક્રુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે કેમકે એક્રુઅલ સાધનને રેપો સૌથી વધુ આકર્ષક બનાવે છે.

હાલમાં ઘટાડા પછી મૂંલ્યાકન આકર્ષક બન્યું છે. મેટલ, માઇનિંગ, ટેલિકોમ, પાવર સેકટરમાં ભાવિ સારા સંકેત છે તો કન્ઝયુમર, નોન-ડ્યુરેબલ, ઓટો અને બેન્કિંગ ઉદ્યોગમાં સુધારો જોવા મળશે. બેન્કોએ છેલ્લા કેટલાક વર્ષોમાં એસેટ લાઇબેલિટી મેનેજમેન્ટમાં ખાસ્સો સુધારો કર્યો છે અને અનેક સેવાઓનો વ્યાપ વધાર્યો છે. જયારે એનબીએફસીમાં તંગ નાણાકિય સ્થિતિને કારણે અસ્થિરતા આગળ વધશે. પરંતુ ગોલ્ડ ફાઇનાન્સર કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે સારું ભાવિ છે જેમાં ભારતના લાંબા ગાળાના સ્ટ્રકચરલ ગ્રોથનો લાભ જોવાશે.

(3:23 pm IST)