Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજસ્થાનના ટોંક જિલ્લાની મુલાકાતે આવશે WHOની ટીમ

બિકાનેરના બે વિસ્તારોમાં કર્ફ્યૂ: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો

ટોંકઃ રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે  જેને પગલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ સર્વે કરવા માટે રાજસ્થાનના ટોંગ જિલ્લામાં આવશે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

સચિન પાયલટે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના કેસમાં વધારો નોંધાયો છે અને ટોંક જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા સખત વધી છે. આ ચિંતાજનક સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એક ટીમ ટોંક જિલ્લાનો સર્વે કરવા આજે આવનાર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે "ડબલ્યૂએચઓ દ્વારા આપવામાં આવતી તમામ દિશા-નિર્દેશોનું અમે સખતપણે પાલન કરશું. વાયરસને ફેલાતો અટકાવવો અને તેનો નાશ કરવો જ અમારી પ્રાથમિકતા છે. જો આપણે જવાબદારી પૂર્ણ કામ કરશું તો વાયરસને ફેલાતો અટકાવી શકાશે."

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજસ્થાનના વધુ 20 લોકોના કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં 9 લોકો એવા છે જેમણે નિઝામુદ્દીન જમાતમાં હાજરી આપી હતી. બિકાનેરના બે વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવાયું છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના કુલ 154 કેસ નોંધાયા છે

(2:08 pm IST)