Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાના કહેર વચ્ચે રાજકીય, ધાર્મિક અને જાતિઓ સાથે જોડાયેલી વાતો હવે બંધ કરો : સાંસદ નુસરત

ધર્મ પછી આવે છે, સતર્કતા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ

નવી દિલ્હી : કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલા તબગીલી જમાતના મરકઝ (સભા) મામલે નવાઝુદ્દીન સીદ્દીકી બાદ હવે બંગાળી અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંનું નિવેદન પણ આવ્યું છે. નુસરતે કહ્યું કે દેશમાં અનેક ધર્મ છે પરંતુ કોઈ ધર્મ આ સમયમાં કાર્યક્રમ યોજી રહ્યો નથી પરંતુ તબલીગી જમાતે આ કાર્યક્રમ યોજીને દેશને બે વર્ષ પાછળ ધકેલી દીધો છે.

અભિનેત્રીએ કહ્યું કે અત્યારે દેશ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવામાં હું હાથ જોડીને લોકોને અપીલ કરીશ કે અત્યારે રાજકીય વાતો ન કરવી જોઈએ. આ નાજુક સમયમાં આપણે રાજકીય, ધાર્મિક અને જાતિઓ સાથે જોડાયેલી વાતો બંધ કરી દેવી જોઈએ.

નુસરતે આગળ કહ્યું કે અફવા ફેલાવા કરતાં સારું છે કે તમે તમારા ઘરમાં સુરક્ષિત રહો. કવોરેન્ટાઈનમાં રહો. ધર્મ પછી આવે છે, સતર્કતા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ કેમ કે કોઈ પણ બીમારી ધર્મ કે જાતિ જોઈને નથી આવતી. આ આપણા માટે અત્યતં સંવેદનશીલ સમય છે પછી ભલે તમે કોઈ પણ ધર્મના હોવ.

(1:56 pm IST)