Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનથી અર્થવ્યવસ્થાને રોજનુ ૪.૬૪ અરબ ડોલરનું નુકશાન : ૨૧ દિવસમા લાગશે ૯૮ અરબ ડોલરનો ફટકો

રેટિંગ એજન્સી એક્યુટ રેટીંગ્સ એન્ડ રીસર્ચે એક અહેવાલમાં કર્યો ખુલાસો

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે સમગ્ર દેશમા લોકડાઉનનો અમલ કરવામા આવી રહ્યો છે. જેના લીધે દેશની અર્થવ્યવસ્થામા દરરોજ અંદાજે ૪.૬૪ અરબ ડોલરનું નુકશાન થશે. રેટિંગ એજન્સી એક્યુટ રેટીંગ્સ એન્ડ રીસર્ચે ગુરુવારે એક અહેવાલમા આ બાબત કહી છે. એજન્સીએ કહ્યું છે કે લોકડાઉનના ૨૧ દિવસના લીધે જીડીપીને ૯૮ કરોડ ડોલરનું નુકશાન થશે.

વાસ્તવમા લોકડાઉન દરમ્યાન લોકોને ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ છે. જેમાં લીધે ટ્રાન્સપોર્ટ, વિમાન, રેલ્વે સહિતની તમામ આર્થિક ગતિવિધિ બંધ છે. જેના લીધે અર્થ વ્યવસ્થાને નુકશાન થવાનું શરૂ થયું છે. એક્યુટ રેટીંગ્સ એન્ડ રીસર્ચના સીઈઓ શંકર ચતુર્વેદીએ કહ્યું કે અમે નાણાકીય વર્ષ ૨૦૨૧ ના પ્રથમ ત્રણ માસ માટે વાસ્તવિક જીડીપીની ગણતરી માટે અનેક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ પૂર્વે ૫ ટકા જીડીપીનું અનુમાન લગાવવામા આવ્યું હતું, તેની તુલનાની વાત કરીએ તો આ વખતે જોખમ છે કે આ આંકડો પાંચથી છ ટકાએ પહોંચે.

આ ઉપરાંત લોકડાઉનના લીધે સૌથી ગંભીર અસરગ્રસ્ત ક્ષેત્ર ટ્રાન્સપોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ છે. એજ્ન્સી અનુસાર આ ક્ષેત્રોમા કુલ મુલ્ય વર્ધિત ૫૦ ટકા જેટલું નુકશાન થશે. જે પ્રથમ ત્રણ માસમા સમગ્ર ક્ષેત્રનો કુલ મુલ્ય વર્ધિત આંક ૨૨ જ થશે. આ ઉપરાંત આ સંકટ દરમ્યાન જે ક્ષેત્રમા ગતિવિધિ વધી છે તેમાં ટેલિકોમ સેવા, પ્રસારણ અને સ્વાસ્થ્ય સેવાઓ સામેલ છે. જો કે આ સમગ્ર ક્ષેત્રનો કુલ મુલ્ય વર્ધિત આંક ૩.૫ ટકા જ છે જે ખુબ નાનું યોગદાન છે.

લોકડાઉનના લીધે ઔધોગિક ગતિવિધિને ખાસ્સું નુકસાન થયું છે. દવા, ગેસ વીજળી અને ચિકિત્સા સાધનો છોડીને પ્રથમ ત્રિમાસિકમા અન્ય ઉધોગ પર તેની વિપરીત અસર થઇ છે. જેનો કુલ મુલ્ય વર્ધિત આંક પાંચ છે.એજન્સીના અહેવાલ અનુસાર પ્રથમ ત્રણ માસમા જીડીપી બે થી ત્રણ ટકા રહેવાનું અનુમાન છે. તેમજ આ અંગે એજ્ન્સીના સીઈઓ શંકર ચક્રવતીએ જણવ્યું કે અમારા અનુમાન મુજબ લોકડાઉનથી અર્થવ્યવસ્થાને દરરોજ ૪.૬૪ અરબ ડોલરનું નુકશાન થશે. તેથી ૨૧ દિવસમા ૯૮ અરબ ડોલરનું નુકશાન થવાનું અનુમાન છે.

(1:17 pm IST)